Weather Update Latest News: ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી હિટ વેવ ચાલી રહ્યો છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ 44 ડિગ્રીને પાર તાપમાનને લઇને હિટ સ્ટ્રોકના બનાવ સામે આવ્યા છે. ઇમરજન્સી સેવા 108ના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં(Weather Update Latest News) છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો 44 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે. હિટવેવની આ સ્થિતિમાં ઇમરજન્સી સેવા 108ના કોલમાં થોડો વધારો થયો છે.
સૌથી વધુ કોલ્સ અમદાવાદમાંથી પ્રાપ્ત થયા
108 ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ ખૂબ જ ચોંકાવનારા સામે આવ્યા છે. જેમાં એપ્રિલ મહિનાની અંદર ગત વર્ષની સરખામણી આ વર્ષે કાર્ડિયાકના કેસોમાં વધારો સામે આવ્યો છે. ગત વર્ષે એપ્રિલ માસમાં રાજ્યમાં કુલ 3455 કાર્ડિયાક ઈમરજન્સી કોલ્સ 108ને પ્રાપ્ત થયા હતા. આ વર્ષે એપ્રિલ 2023 માં 4540 કાર્ડિયાક ઈમરજન્સી કોલ્સ 108ને મળ્યા છે. એટલે કે આ વર્ષે કાર્ડિયાક ઇમરજન્સીમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. જે ખૂબ જ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. એટલુ જ નહિ પરંતુ કાર્ડિયાક ઇમરજન્સીના સૌથી વધુ કોલ્સ અમદાવાદમાંથી પ્રાપ્ત થયા છે. જેમાં આ વર્ષે 1458 કોલ્સ મળ્યા જે ગત વર્ષે 1131 હતા.
અચાનક બેભાન થવાના 1297 કેસ નોંધાયા
108ના એક માસમાં નોંધાયેલા આંકડામાં ગત વર્ષે એપ્રિલસમાં મિશ્ર ઋતુ ન હોવાના કારણે સખત તાવના કેસ માત્ર 448 નોંધાયા હતા. જ્યારે આ વર્ષે ગરમીમાં કમોસમી વરસાદના કારણે ગત વર્ષની સરખામણીમાં 73 ટકાના વધારા સાથે એપ્રિલમાં સખત તાવના 776 કેસ નોંધાયા છે. શ્વાસ લેવામાં તકલીફના કેસમાં 38 ટકાના વધારા સાથે ચાલુ વર્ષે 1745 કેસ ચોપડે નોંધાયા છે.
ઉપરાંત ગરમીને લીધે ગત વર્ષે એપ્રિલમાં હીટ સ્ટ્રોકના 3 કેસ નોંધાયેલા, જ્યારે ચાલુ વર્ષે ગરમી નથી છતાંય હીટ સ્ટ્રોકના 6 કેસ નોંધાયા છે. પેટમાં દુખાવાના કેસમાં 24 ટકાના વધારા સાથે આ વર્ષે 2093 કેસ, ઝાડા-ઉલ્ટી અને પેટમાં દુખાવાના 910 કેસ, માથાના દુખાવાના 139 કેસ અને અચાનક બેભાન થવાના 1297 કેસ નોંધાયા છે.
ઝાળા-ઉલટીના કેસમાં 32.31 ટકાનો વધારો
ઝાળા-ઉલટીના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 44.75 ટકા અને રાજ્યમાં 32.31 ટકાનો વધારો ઉપરોક્ત સમયગાળામાં જોવા મળ્યો છે. શ્વાસ લેવામાં તકલીફમાં અનુક્રમે અમદાવાદમાં 14.14 ટકાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે રાજ્યના કેસમાં પણ 9.41 ટકાનો ઘટાડો રહ્યો હતો.
હિટવેવથીબચવા આ તકેદારી રાખવી
વધારે પાણી પીવું, બપોરે ઘરની બહાર ન નીકળવું, બહારનો નાસ્તો ન કરવો, પ્રમાણસર જ જમવું, બપોરે મજૂરી કામ ન કરવું, હાઇવે પર વાહન ન હંકારવા સહિતની તકેદારી લેવાથી હિટવેવથી બચી શકાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App