દેવદૂત બનીને આવતી એમ્બ્યુલન્સ સેવાને આજે 15 વર્ષ પૂર્ણ- લાખો લોકો માટે બની તારણહાર

ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં મેડિકલ ઇમરજન્સી(Medical emergency)ને પહોંચી વળવા માટે 2007માં શરૂ કરવામાં આવેલી 108 ઇમરજન્સી સેવાને આજ રોજ 15 વર્ષ પૂર્ણ થયા છે. 29 ઓગસ્ટે 2007માં 108 ઇમરજન્સી સેવા શરૂ કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો એક જ કોલમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી આ એમ્બ્યુલન્સે(108 Ambulance) 15 વર્ષમાં અંદાજે 12.67 લાખ લોકોના જીવ બચાવ્યા છે અને જ્યારે અત્યાર સુધીમાં 1.20 લાખ બાળકોનો જન્મ પણ 108 એમ્બ્યુલન્સમાં થયો છે.

1.37 કરોડ ઇમરજન્સી કોલ આવ્યા:
ગુજરાતના 33 જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાની 800 એમ્બ્યુલન્સ કાર્યરત થઇ હતી. વાત કરવામાં આવે તો 15 વર્ષમાં અંદાજે 1.37 કરોડ જેટલા ઇમરજન્સી કોલ આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વરસાદી માહોલ દરમિયાન પણ 108 એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઇ હતી.

વાત કરવામાં આવે તો, વરસાદી માહોલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા 29 હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં પછી દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, અમદાવાદ મેટ્રો શહેર હોય કે પછી કોઇપણ ગામ. જેમાં ઇજાગ્રસ્ત, બિમાર કે ભોગ બનનાર વ્યક્તિ કે સગર્ભા મહિલા હોય, આ તમામને હોસ્પિટલ પહોંચાડીને પ્રાથમિક સારવાર આપવાનુ કાર્ય એમ્બ્યુલન્સ દ્વારા શક્ય બન્યું છે.

લગભગ 4000થી વધુ લોકો 108 એમ્બ્યુલન્સ સેવામાં કાર્યરત:
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 2007માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી. જે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી 800થી વધુ એમ્બ્યુલન્સ સેવામાં કાર્યરત છે.આ સમગ્ર 108 એમ્બ્યુલન્સ સેવાનું મોનિટરીંગ ઇમરજન્સી મોનિટરીંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર અમદાવાદ શહેરથી સંચાલિત થાય છે, વાત કરવામાં આવે તો જ્યાં રોજના અંદાજીત 7000 જેટલા કોલ્સ આવે છે.

108 GVK EMRIના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિ જણાવતા કહ્યું હતું કે, સમગ્ર રાજ્યના તમામ 257 તાલુકા, 18 હજાર જેટલા ગામો, 33 જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ આ 108 એમ્બ્યુલન્સની સેવાનું માળખું ફેલાયેલુ છે. જેમાં અંદાજે 4 હજારથી વધુ 108 કર્મીઓ સેવામાં કાર્યરત છે.આ સેવાને વધુ પ્રભાવશાળી બનાવવા માટે 108 ગુજરાત મોબાઇલ એપ્લીકેશન પણ તૈયાર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *