ગોઝારો અકસ્માત: કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા 3 વર્ષના બાળક સહીત 2ના મોત – ‘ઓમ શાંતિ’ 

Published on: 3:43 pm, Sat, 14 May 22

ગુજરાત(gujarat): વધુ એક ગંભીર અકસ્માત (Accident)ના સમાચાર સામે આવ્યા છે. અહીં, શુક્રવારના રોજ સવારે નખત્રાણા(Nakhtrana) તાલુકાના મંગવાણા અને સુખપર રોહા નજીક કાર અને બાઇક વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી. આ ગંભીર અકસ્માતમાં માંડવી તાલુકાના મોટી રાયણના ત્રણ વર્ષના માસુમ બાળકનું તેમજ ગાંધીધામના વૃધ્ધનું મોત થયું છે. જ્યારે બાઇક ચાલકને હાથ પગમાં ફેકચર સહિતની ઇજાઓ પહોચી છે, તેથી સારવાર અર્થે જી.કે.જનરલ હોસ્પિટલ (GK General Hospital)માં દાખલ કરાયા છે.

મળતી માહિતી અનુસાર, આ અકસ્માત ભુજ-નલિયા રોડ પર મંગવાણાથી સુખપર રોહા જતા રોડ પર વળાંકા પર સવારે નવ વાગ્યાથી દસ વાગ્યાની વચ્ચે સર્જાયો હતો. ગાંધીધામના મહેશ્વરીનગરમાં રહેતા સામજીભાઇ કારાભાઇ ઘેડા (ઉ.વ.37) અને આત્મારામભાઇ થાવરભાઇ મહેશ્વરી (ઉ.વ.65) પોતાના બાઈક દ્વારા નલિયા તરફ જતા હતા. આ દરમિયાન સુખપર રોહા પાસે સામેથી પુરપાટ ઝડપે આવતી કારે તેમની બાઇકને અડફેટે લેતાં બાઇકમાં પાછળ બેઠેલા આત્મારામભાઇને ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

આ સિવાય કારની અંદર બેઠેલા મોટી રાયણ ગામના ધ્યાનશ રક્ષિતભાઇ પટેલ (ઉ.વ.3)ને છાતીના ભાગે ઝાટકો લાગ્યો હતો. તેથી આ 3 વર્ષના માસૂમ બાળકને તો સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક સામજીભાઇ ઘેડાને પગ હાથ અને શરીરે ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જાણવા મળ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી કચ્છના ધોરીમાર્ગો સતત લોહી-લુહાણ થઈ રહ્યા છે. આવા અકસ્માતોમાં કેટલાય નિર્દોષો પોતાના જીવ ગુમાવે છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.