એવી તો શું આપત્તિ આવી પડી કે, 10માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત

રાજસ્થાન: રાજ્યમાં અવારનવાર આત્મહત્યા(Suicide)ના બનાવો બનતા હોય છે. લોકો નજીવી માટે આપઘાત કરી બેસતા હોય છે. તેવામાં ડુંગરપુર(Dungarpur)ના કોતવાલી પોલીસ સ્ટેશન(Kotwali Police Station) વિસ્તારમાં દસમા ધોરણના વિદ્યાર્થીએ રવિવારે રાત્રે ફાંસી લગાવી લીધી હતી. પોલીસે મૃતદેહની નજીકથી એક સુસાઈડ નોટ(Suicide note) પણ મળી આવી છે, જેમાં લખ્યું હતું કે, હું મારા જીવનથી પરેશાન છું. આ ઘટના સમયે કિશોર ઘરમાં એકલો રહેતો હતો. પરિવાર જ્યાં સુધી આવ્યો ન હતો ત્યાં સુધી લાશ મૃતદેહ લટકી રહ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલી આપ્યો હતો.

મળતી માહિતી મુજબ, ચિરાગ પાંડોર દસમા ધોરણનો વિદ્યાર્થી હતો. તે ડુંગરપુરમાં આદર્શ નગર રોડ પર શનિ મંદિર પાસે ભાડાના મકાનમાં તેની માતા પારુ પાંડોર સાથે રહેતો હતો. અકસ્માત સમયે તે ઘરમાં એકલો હતો. તેની માતા દેવલ તેના પિયર ગઈ હતી. જ્યારે તે રાત્રે ઘરે પરત ફરી ત્યારે પુત્ર લટકી રહ્યો હતો. ચિરાગના પિતા નથી. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યો ઉદયપુરમાં રહે છે. આવી સ્થિતિમાં પોલીસે ચિરાગની માતાએ જ્યાં સુધી તે ન આવે ત્યાં સુધી મૃતદેહ ન અડવા માટે કહ્યું હતું. પરિવારના આગમન પછી જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કોતવાલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વલ્લભરામે જણાવ્યું હતું કે, અકસ્માત સમયે ચિરાગ ઘરમાં એકલો હતો અને રૂમની બારી ખુલ્લી હતી. ત્યારે પડોશીઓએ ઓરડાની અંદર જોયું તો ચિરાગ ફાંસી સાથે લટકી રહ્યો હતો. ત્યારબાદ આ અંગે પોલીસને અને માતાને જાણ કરવામાં આવી હતી. થોડાક સમયમાં જ ચિરાગની માતા પણ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસને મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.

જેમાં ચિરાગે જીવનથી પરેશાન હોવાની વાત જણાવી હતી. ઉદયપુરમાં રહેતા તેના પરિવારના અન્ય સભ્યોને આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે રૂમને સીલ કરી દેવામાં આવ્યો હતો. સંબંધીઓના આગમનની રાહ જોઈને પોલીસ આખી રાત રૂમની બહાર બેઠી રહી હતી. તે દરમિયાન આખી રાત મૃતદેહ લટકતો રહ્યો હતો. પરિવારના આવ્યા પછી પોલીસે મૃતદેહને ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી પાયો હતો. ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *