કોરોના સામે જીવન અને મોત વચ્ચેની જંગ હારી આ ગર્ભવતી મહિલા ડોક્ટર- પોતાના છેલ્લા વિડીયોમાં કહ્યું…

વિશ્વમાં લાખો લોકો કોરોના વાઈરસ (Coronavirus) સામે જંગ હારી ગયા છે અને મોતને ભેટ્યા છે. દેશ અને વિશ્વના ડોકટરો અને નર્સિંગ સ્ટાફના સતત પ્રયાસો હોવા છતાં આ જીવલેણ વાયરસ સામે લડવા કોઈ એન્ટીબેક્ટેરિયા મળ્યો નથી. કોરોના વચ્ચે કોરોના વોરીયર્સ ખુબ જ સારી રીતે દર્દીઓની સેવા કરી રહ્યા છે. તે દરમ્યાન ઘણા કોરોના વોરીયર્સ પણ કોરોનાનો શિકાર બન્યા છે.

બીજી તરંગમાં, દેશની પરિસ્થિતિ ખુબ જ કથળી ગઈછે. તેમ છતાં કેટલાક લોકો હજી પણ બેદરકારી દાખવે છે. તેઓએ માસ્ક પહેરતા નથી, તેઓએ દિલ્હીના ડોક્ટરનો સંદેશ જોતા શીખવું જોઈએ કે, તેઓ કોરોનાને હળવાશથી ન લે. તમારી જાતને કોરોનાથી બચાવો અને તમારા પરિવાર સાથે અન્યને પણ બચાવો.

કોરોના સામે જીવન અને મોત વચ્ચેની જંગ સામે ઊભેલા દિલ્હીની આ ગર્ભવતી ડૉક્ટર (Pregnant Woman Doctor)એ પોતાની ઉપર વીતેલા દુઃખોને વ્યક્ત કરીને લોકોને કોરોનાને હળવાશથી ન લેવાની સલાહ આપીને વિદાય લીધી. નિધન પહેલા બનાવેલા વીડિયોમાં તે કહી રહી છે કે કોરોનાને હળવાશથી ન લો, માસ્ક અચૂક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. આ વીડિયો બાદ જ દીપિકા અરોરા ચાવલા (Dr. Deepika Arora Chawla) નામની આ ડેન્ટિસ્ટ કોરોનાથી જિંદગીની જંગ હારી ગઈ. તેને 11 એપ્રિલે કોરોના થયો હતો અને 26 એપ્રિલે તેણે છેલ્લા શ્વાસ લીધા.

ડૉ. દીપિકાને 11 એપ્રિલના રોજ કોરોના થયો હતો અને કોરોના સામે જીવન અને મોત વચ્ચેની જંગ હારીને 26 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતા. દીપિકાના પતિએ તેની પત્નીનો આ છેલ્લો સંદેશનો વિડીયો સોશિયલ મીડિયામાં મુકીને લોકોને સાવચેતી રહેવાની અપીલ કરી.

કોરોના પોઝીટીવ થયા બાદ ડૉ. દીપિકાની હોસ્પીટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ તેની તબિયત સતત બગડતી જઈ રહી હતી. તે બીમારી દરમિયાન પતિની સાથે પોતાના સાડા ત્રણ વર્ષના દીકરાને લઈ ખૂબ ચિંતિત જોવા મળી રહી હતી. તેને પોતાના ગૃભમાં ઉછરી રહેલા બાળકની પણ ચિંતા હતી. જેને લઈને તેણે અનેક સપના જોયા હતા. પરંતુ તેનું આ બાળક પણ દુનિયા ન જોઈ શક્યું.

ડૉ. દીપિકાએ 17 એપ્રિલના રોજ એક વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં દીપિકા લોકોને ચેતવી રહી છે કે કોરોનાને હળવાશથી ન લો, માસ્ક ચોક્કસ પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. ‘હું આશા રાખું છું કે આવી હાલત કોઈની પણ ન થાય. ખાસ કરીને પ્રેગનન્સી દરમિયાન. હું નથી ઈચ્છતી કે, કોઈની પણ આવી સ્થિતિ આવે. પ્લીઝ પોતાના પરિવારને જણાવો કે કોરોનાને હળવાશથી ન લે. પ્લીઝ બિન જવાબદાર ન બનો. પોતાનું માસ્ક પહેરીને જ બહાર જાઓ. માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળો.’

ડૉ. દીપિકાએ વિડીયોમાં વધુમાં જણાવતા કહ્યું કે, ‘કોઈની સાથે વાત કરવી છે તો માસ્ક પહેરીને જ કરો. કારણ કે આપના ઘરે પણ ઉંમરલાયક સભ્યો હશે. ગર્ભવતી મહિલાઓ હશે. તેમની પર કોરોનાની સૌથી વધુ અસર થાય છે. સૌથી વધુ મેં આ સમય તમામ પ્રયાસ કરી જોયા. હું ક્યારેય આવી રીતે બેસી રહેનારી વ્યક્તિ નથી. હું હંમેશા કામ કરવા માંગું છું. હું હંમેશા શીખવા માંગું છું.’

પત્ની અને અજાત બાળકને ગુમાવ્યા બાદ બીજા કોઈને પણ આવી તકલીફ સહન ન કરવી પડે, તેથી તેના પતિ રવિશે આ વીડિયો મધર ડે પર શેર કર્યો હતો. જેથી તેની પત્ની દીપિકાનો સંદેશ દુનિયાભરમાં પહોંચી શકે. દીપિકા પોતે જ ઈચ્છતી નહોતી કે, આ દુ:ખમાંથી કોઈ પસાર થાય. રવિશ લોકોને કોરોનાથી સાવધ રહેવાની અપીલ પણ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *