આખેઆખી બકરી ગળી સ્કુલ બસમાં ડેરો જમાવી બેસી ગયો ૧૧ ફૂટ લાંબો અજગર, વિડીયો જોઈ તાળવે ચોટી જશે જીવ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના રાયબરેલી(Rae Bareli) જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં, સ્કૂલ બસ (school bus)માં અજગર જોવા મળ્યો હતો. અજગર (Python)ની માહિતી મળતા જ ખળભળાટ મચી ગયો હતો. બસના એન્જિનની અંદર અજગર ફસાઈ ગયો હતો. સીઓ સિટી વંદના સિંહ અને સિટી મેજિસ્ટ્રેટ પલ્લવી મિશ્રા, અજગર વિશે માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી વન વિભાગની ટીમને સ્થળ પર બોલાવી અજગરનો રેસ્ક્યુ કર્યો હતો. લગભગ એક કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ અજગરને કોઈક રીતે કાબૂમાં લાવવામાં આવ્યો હતો. રવિવાર હોવાથી શાળા બંધ હતી. જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી.

જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે સ્કૂલના વાહનો નજીકના ગામમાં પાર્ક કરવામાં આવે છે. સોમવારે ત્યાંથી બાળકોને લઈ જતી તમામ બસો આવે છે. શનિવારે જ્યારે બસ ગામમાં ઉભી હતી. ત્યારે ગ્રામજનોએ અજગરને બકરીનું બચ્ચું ખાઈને વાહનમાં ચડતો જોયો હતો. ગ્રામજનોએ શાળા સંચાલકોને જાણ કરી હતી. ત્યારપછી જ વાહનને ગામમાંથી શાળાની સામે લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્રને આ બાબતે જાણ કરવામાં આવી હતી.

સિટી મેજિસ્ટ્રેટ પલ્લવી મિશ્રાએ જણાવ્યું કે, રાયબરેલીમાં રાયન ઈન્ટરનેશનલ સ્કૂલની સ્કૂલ બસમાં એક મોટો અજગર ઘુસી ગયો. પલ્લવી મિશ્રાએ જણાવ્યું કે માહિતી મળ્યા બાદ વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે સપ્તાહાંતના કારણે શાળા બંધ હતી અને ઘટના દરમિયાન કોઈ નુકસાન થયું નથી.

આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સીટની નીચે અજગર જોવા મળી રહ્યો છે. જ્યારે બચાવકર્મીઓ અજગરને કોથળામાં મુકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે જ સમયે, આ ઘટના સાથે સંબંધિત બીજા વિડિયોમાં, સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અજગરનું માથું એન્જિનમાં ફસાઈ ગયું છે, જેના માટે અજગરમાં દોરડું બાંધીને તેને ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *