આ ઝવેરીએ 11 કરોડની સંપતિ દાન કરી પરિવાર સાથે વળ્યો સાંસારિક માર્ગે, ગૃહસ્થ જીવન છોડી લીધો સન્યાસ

બાલાઘાટ(Balaghat)ના ધનવાન વેપારી રાકેશ સુરાના()એ તેમની 11 કરોડની સંપત્તિ ગૌશાળા અને ધાર્મિક સંસ્થાઓને દાનમાં આપી છે. તેણે પત્ની લીના(Lina) અને 11 વર્ષના પુત્ર અમય(Amay) સાથે…

બાલાઘાટ(Balaghat)ના ધનવાન વેપારી રાકેશ સુરાના()એ તેમની 11 કરોડની સંપત્તિ ગૌશાળા અને ધાર્મિક સંસ્થાઓને દાનમાં આપી છે. તેણે પત્ની લીના(Lina) અને 11 વર્ષના પુત્ર અમય(Amay) સાથે સાંસારિક જીવનનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે. તેઓ તેમના પરિવાર સાથે 22 મેના રોજ જયપુર(Jaipur)માં દીક્ષા લેશે. દીક્ષા લેતા પહેલા રાકેશ સુરાના (40), તેમની પત્ની લીના સુરાના (36) અને પુત્ર અમય સુરાના (11)ને શહેરના લોકોએ શોભાયાત્રા કાઢીને વિદાય આપી હતી.

સુરાનાએ જણાવ્યું કે, ગુરુ મહેન્દ્ર સાગર મહારાજ અને મનીષ સાગર મહારાજના પ્રવચન અને સંગતમાં રહીને તેમને ધર્મ, આધ્યાત્મિકતા અને સ્વ સ્વરૂપને ઓળખવાની પ્રેરણા મળી. તે જ સમયે, તેમની પત્નીએ બાળપણમાં ત્યાગના માર્ગે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પુત્ર અમયે માત્ર ચાર વર્ષની ઉંમરે ત્યાગના માર્ગે જવાનું નક્કી કર્યું હતું. જોકે, તેની નાની ઉંમરના કારણે અમયને સાત વર્ષ રાહ જોવી પડી હતી.

રાકેશ બાલાઘાટમાં સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. એક સમયે નાની દુકાનમાંથી જ્વેલરીનો વ્યવસાય શરૂ કરનાર રાકેશે તેમના સ્વર્ગસ્થ મોટા ભાઈની પ્રેરણા, તેમની સખત મહેનત અને અથાક પ્રયત્નોથી આ ક્ષેત્રમાં સંપત્તિ અને ખ્યાતિ બંને કમાયા. આધુનિકતાના આ યુગના સુખી જીવનની તમામ સુવિધાઓ તેમના પરિવારમાં હતી. તેઓને કરોડોની સંપત્તિ છે, પરંતુ સુરાના પરિવાર તેમની વર્ષોની થાપણો દાન કરીને આધ્યાત્મિકતા તરફ વળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *