રાજ્યમાં કોરોના સંક્રમિતોની કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં આવી રહ્યા છે,પરંતુ આરોગ્ય વિભાગની કામગીરીના લીધે હવે અમદાવાદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. અમદાવાદમાં આમઆદમી,પોલીસકર્મી,રાજકીય નેતાઓ અને દર્દીઓનો ઈલાજ કરતા ડૉક્ટરો પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે.આવાં સમયમાં હવે કોરોનાનું સંક્રમણ મંદિરોમાં પણ પહોંચ્યું છે.અમદાવાદનાં એક મંદિરના 11 સંતોને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ હોબાળો મચી ગયો છે,
આ તમામ સંતોને ઈલાજ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,અને તેમનાં સંપર્કમાં આવેલા બીજાં સંતોને પણ મંદિરની અંદર જ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.ત્યારપછી આખાં મંદિરને સેનિટાઇઝિંગ કરવામાં આવ્યું હતું.રિપોર્ટ મુજબ અમદાવાદમાં મણીનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રહેલાં સંતોમાં કોરોનાનાં લક્ષણો દેખાઈ આવતા તેમને કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.જેમાં રિપોર્ટ આવતાની સાથે જ મંદિરના સંતોમાં હોબાળો મચી ગયો હતો.
કારણકે,સ્વામિનારાયણ મંદિરમાં રહેતાં 11 સંતોમાં કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું રિપોર્ટમાં જણાઈ આવ્યું હતું. મંદિરના 11 સંતોમાં કોરોના પોઝિટિવ નીકળતા આરોગ્ય વિભાગ દ્વારા તમામ સંતોને ઈલાજ અર્થે હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા,અને કોરોના પોઝિટિવ આવેલાં સંતોના સંપર્કમાં રહેતાં અન્ય સંતોને મંદિરમાં જ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.એવી પણ જાણકારી મળી રહી છે કે,હોસ્પિટલમાં ઈલાજ લઇ રહેલા કોરોના પોઝિટિવ 11 સંતોની હાલતમાં સુધારો આવ્યો છે.
મણીનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના 11 સંતોને કોરોના સક્રમિત થતાં મંદિરને સેનિટાઇઝિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારપછી મંદિરના દરવાજા બંધ કરી દેવાયાં હતા.હવેથી મંદિરના દરવાજા ખોલવાનો નિર્ણય 15 જૂલાઈ બાદ લેવામાં આવશે.જાણકારી મળી રહી છે કે,રાજ્યમાં કોરોનાનું સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.સૌથી વધુ કેસ અમદાવાદમાં છે,અને ત્યારપછી સુરતનો બીજો નંબર આવે છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના લગભગ 32,670 કેસ નોંધવામાં આવ્યાં છે,જેમાંથી લગભગ 23,670 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇને સાજા થઇને ઘરે ચાલ્યા ગયા છે,અને હાલમાં 6,928 દર્દીઓ સારવાર હેઠળ છે,તેમાંથી 71 દર્દીની તબિયત ગંભીર હોવાના લીધે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આજ સુધીમાં કોરોનાના લીધે કુલ 1,848 લોકોના મોત થઈ ગયાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news