Child dies due to lightning in Khambhaliya: રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ગઈકાલે વહેલી સવારથી મોડી રાત સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ની સાથે અનેક વિસ્તારોમાં કરા પણ વરસ્યા છે. ત્યારે દ્વારકામાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી રહ્યા છે.
ગુજરાતભરમાં ભારે વરસાદ વચ્ચે ખંભાળીયા તાલુકાના બારા ગામે વીજળી પડવાની ઘટના સામે આવી છે. જેમાં 11 વર્ષના બાળકનું મોત(Child dies due to lightning in Khambhaliya) નીપજ્યું છે. ખંભાળિયા તાલુકામાં એકાદ ઇંચ વરસાદ અને કલ્યાણપુર તાલુકામાં દોઢેક ઈચ વરસાદ પડ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ઉગમણાબારા ગામે વીજળી પડતા વાડીએ કામ કરતા પાર્થરાજસિંહ સુખદેવસિંહ જાડેજાનું મૃત્યુ થયેલ છે. આ ઉપરાંત, 21 વર્ષીય વિશાલ સિંહ વિક્રમસિંહ રાઠોડ નામના યુવકને ગંભીર ઇજા પહોંચી છે.
ગુજરાતના અનેક વિસ્તારો સહિત દ્વારકા જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. વિશાલને ગંભીર ઇજાઓ થવાને કારણે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ ઉપરાંત, મૃતક બાળકના મૃતદેહને ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે, આસપાસના વિસ્તારોમાં પણ લોકો ભય અનુભવી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube