સુરતના ભુવા પરિવારની નુતન પહેલ, લગ્ન આમંત્રણ પત્રિકામાં આપ્યો સામાજિક બદલાવનો સંદેશો- ચારેબાજુ થવા લાગી વાહવાહી

દેવ દિવાળીના બીજા દિવસે 24મી નવેમ્બર થી સમાજમાં લગ્ન સરા શરૂ થઈ ગયા છે ત્યારે દરેક પરિવાર પોતાના આંગણે આવેલા પ્રસંગોમાં ખૂબ સારી રીતે દિપાવવા…

દેવ દિવાળીના બીજા દિવસે 24મી નવેમ્બર થી સમાજમાં લગ્ન સરા શરૂ થઈ ગયા છે ત્યારે દરેક પરિવાર પોતાના આંગણે આવેલા પ્રસંગોમાં ખૂબ સારી રીતે દિપાવવા માટે પ્રયાસો કરતા હોય છે પરંતુ મોટા વરાછા વિસ્તારમાં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના મોરબા ગામના ભુવા પરિવારમાં વિનુભાઈના પુત્ર યોગીના લગ્ન પ્રસંગે લગ્ન આમંત્રણ પત્રિકામાં સપ્તપદીના સાત વચનની(Lagna Pratika A message of social change) સાથે સાથે સામાજિક જન જાગૃતિ માટેના સાત વજનો દ્વારા સગા સ્નેહી સંબંધીઓ અને લગ્નમાં આવનાર દરેક વ્યક્તિ જાગૃત થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સમાજ સપ્તપદીના સાત વચ્ચેનો:((Lagna Pratika A message of social change))

સાત વચનો પહેલું વચન વૃક્ષ વાવીએ અને વવડાવીએ.
બીજું વચન ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને કરાવીએ.
ત્રીજું વ્યસન અને વ્યાજખોરોથી દૂર રહી અને બીજાને દૂર રાખે.

ચોથુ લોક જાગૃતિના કામ કરીએ અને કરાવીએ.
પાંચમું રક્તદાન કરીએ અને કરાવ્યા.
છઠ્ઠું ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પ કરી.
સાતમાં વચનમાં સમાજ કે રાષ્ટ્ર માટે હંમેશા વફાદાર રહીએ.

વરરાજા યોગીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં યુવા પેઢીમાં વ્યસનો ખૂબ જ પ્રમાણ વધી રહ્યું છે ત્યારે અમારા ઘરે આવેલા દર્શન થી વ્યસન મુક્તિનો સંકલ્પ થાય યુવાનોમાં જાગૃતિ આવે તેવો નમ્ર પ્રયાસ કર્યો છે. વૃક્ષ વાવો, ટ્રાફિક નિયમો, વ્યસન, વ્યાજખોરો, રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, રાષ્ટ્ર માટે વફાદારી વગેરે આમંત્રણ પત્રિકામાં છે.(Lagna Pratika A message of social change)

કંકોત્રીના દરેક પેજ પર અલગ અલગ સંદેશાઓ:

સુરક્ષિત ભારત અને સ્વચ્છ ભારતનો સંદેશો પણ આપ્યો છે યુવા પેઢી જરૂરિયાત કરતા વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે તેને પણ એક સંદેશ આપ્યો છે કે, હું વધારેમાં વધારે સમય મારા ધંધા રોજગાર ઉપરાંત પરિવાર સમાજ સેવા અને રાષ્ટ્ર માટે આપીશ મોબાઇલમાં સમય બગાડીશ નહીં. દીકરીઓ માટે પણ સંદેશો આપ્યો છે કે, હું મારા માતા પિતા ની મરજી વિરુદ્ધ લગ્ન નહીં કરું જેવા અનેક સંદેશાઓ એક લગ્ન પત્રિકામાં અપાયા છે.(Lagna Pratika A message of social change)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *