11 વર્ષના બાળકે એન્જીનીયરીંગના અભ્યાસ વગર જ બનાવી કમ્પ્યુટર પર ગેમ, હાઈરેજ બુકમાં વર્લ્ડ રેકર્ડ

વાપી(ગુજરાત): હાલમાં વાપીમાંથી એક પ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 10 વર્ષીય પ્રાશી ગોધાણીએ પ્રથમ લોકડાઉનમાં કોમ્પ્યુટરની ગેમ કોઇપણ જાતનાં માર્ગદર્શન વગર બનાવતા તેની ગેમને ગુગલ વિભાગ દ્વારા ગેમ ડેવલોપર તરીકે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. જેની રમતને વર્લ્ડની હાઇરેજ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ કંપની દ્વારા નાનીવયે ગેમ બનાવતાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

જાણવા મળ્યું છે કે, વાપીનાં પ્રાંશીએ વર્લ્ડ રેકર્ડ નોંધાવતાં રાજયનાં મુખ્યમંત્રીએ પણ પત્ર પાઠવી શુભેચ્છા આપી હતી. વાપીનાં 11 વર્ષીય પ્રાંશી ગોધાણી પ્રથમ લોકડાઉન સમયે કમ્પ્યુટર અને મોબાઇલ ઉપર ગેમ રમતો હતો. આ દરમિયાન તેને ગેમ બનાવવાનો વિચાર આવ્યો હતો, તે બાબતે તેની માતાને વાત કરી હતી કે હું કોમ્પ્યુટર ઉપર ગેમ બનાવવા માંગુ છું.

ત્યારે તેની માતાએ કહ્યું કે, તું નાનો છે. તેનાં માટે સોફટવેર ઇજનેર બનવું પડે અને કોમ્પ્યુટરની ભાષા શિખવી પડે. પરંતુ, પ્રાંશીને ગેમ બનાવવાની જીજ્ઞાશાનાં કારણે પ્રતિદિન 12 કલાકની મહેતન કરી કોમ્પ્યુટરની ભાષા કોઇના પણ માર્ગદર્શન વગર પોતાની જાતે શિખી લીધી અને ગેમ બનાવી હતી. ત્યારબાદ તે ગેમ તેણે પોતાના મોબાઇલમાં એપ્લીકેશન બનાવી પ્લે સ્ટોરમાં ગેમ નાંખી દીધી હતી.

હાઇરેજ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ દ્વારા પ્રાંશી ગોધાણીનો સંપર્ક કરી તેની ગેઇમ બનાવવા માટે માહિતી મેળવી હતી. ત્યારબાદ તે વિભાગે જણાવ્યું કે, આ તો વર્લ્ડ રેકર્ડ કહેવાય કે કોઇપણ જાતની ટ્રેનિંગ કે માર્ગદર્શન વગર અથાગ પરિશ્રમથી નાની ઉંમરમાં ગેમ બનાવવી તે ખરેખર પ્રશંસનીય બાબત કહેવાય. આમ વાપીનાં પ્રાશીએ ગેઇમ બનાવી વર્લ્ડ રેકર્ડ બનાવતાં સમગ્ર જિલ્લાનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યુ હતું. આમ પ્રાંશીએ નાની ઉંમરે કોમ્પ્યુટર ઉપર ગેમ બનાવી વર્લ્ડ રેકોર્ડ નોઘાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *