ભણવાનું ટાળવા બાળકો બાળકો કેટકેટલા બહાના બનાવે છે. કોઈનો રાતોરાત પેટ ખરાબ થઈ જાય છે તો કોઈને અચાનક તાવ આવે… કોઈ તો એટલી હદે ખોટું બોલવા લાગે કે, શું બોલે છે તેની તેને ન ખબર હોય. કોઈ તો એમ પણ કહે છે કે તેમના ઘરમાં કોઈ દુર્ઘટના બની હતી. પરંતુ હાલમાં એક અલ્ટ્રા-પ્રો મેક્સ લેવલનો એક વિદ્યાર્થી સામે આવ્યો છે. આ ધુરંધર વિદ્યાર્થીએ કોચિંગમાં જવા માટે પોતાના જ અપહરણની ખોટી સ્ટોરી બનાવી નાખી.
અહેવાલ મુજબ આ મામલો ઉત્તરાખંડના હરિદ્વારનો છે. શહેરના પાછળના બજારમાં રહેતા એક વ્યક્તિનો 11 વર્ષનો પુત્ર પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. બાળક કોચિંગ માટે પાછળની બજારમાં જતો હતો. 9 ડિસેમ્બરે તે ટ્યુશન માટે સાયકલ લઈને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ તે કોચિંગ સુધી પહોંચ્યો ન હતો.
કોચિંગ ન પહોંચવા પર કોચિંગ ટીચરે તેના પરિવારના સભ્યોને બાળક વિશે પૂછ્યું. પરિવારજનોએ જણાવ્યું કે તે સાયકલ લઈને કોચિંગ માટે ઘરેથી નીકળ્યો હતો. જ્યારે પરિવારના સભ્યોને ખબર પડી કે તેમનું બાળક કોચિંગમાં પહોંચ્યું નથી, ત્યારે તેઓ પણ ચોંકી ગયા અને પરેશાન થઈ ગયા. પરંતુ થોડીવાર રાહ જોયા બાદ છોકરો ઘરે પહોંચ્યો. છોકરાએ પરિવારને કહ્યું કે તેનું અપહરણ થઇ ગયું હતું.
આ વર્ષના બાળકે ઘડ્યું અપહરણનું ષડયંત્ર
અપહરણની જાણ થતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. ત્યારપછી તાત્કાલિક પોલીસને માહિતી આપી. પોલીસે ઘરે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસે બાળક પાસેથી માહિતી લીધી તો બાળક પોલીસથી પણ એક કદમ આગળ હતું. તેણે અપહરણની ખોટી વાર્તા બનાવી અને પોલીસને સંભળાવી. બાળકની સ્ટોરી એવી હતી કે…
“હું કોચિંગ જતો હતો ત્યારે રસ્તામાં ચાર લોકોએ મને રોક્યો. તમામ લોકો બે બાઇક પર સવાર હતા. બે લોકોએ મને પકડી લીધો અને મને બળજબરીથી તેમની બાઇક પર બેસાડ્યો. અન્ય બાઇક પર સવાર એક યુવક મારી સાઇકલ લઇને જતો રહ્યો હતો. ચોથો યુવક અન્ય બાઇક પરથી તેમની પાછળ આવવા લાગ્યો હતો. કોઈક રીતે હું અપહરણકર્તાના ચુંગાલમાંથી છટકી ગયો હતો.”
સ્ટોરી કન્વીન્સીંગ લાગી એટલે પોલીસને લાગ્યું કે તેની તપાસ થવી જોઈએ. પોલીસે તપાસ શરૂ કરાવી. તપાસ માટે, પોલીસે બાળકના કોચિંગના માર્ગ પરના તમામ સીસીટીવી ફૂટેજ તપાસ્યા. પોલીસે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પરંતુ અપહરણ જેવું કંઈ મળ્યું નહીં. અને બાળક દર વખતે તેની વાર્તા બદલી રહ્યો હતો. પોલીસને આ અંગે શંકા જતાં છેવટે સત્ય સામે આવ્યું.
થોડી કડકતા બતાવીને પોલીસે બાળકને પૂછ્યું તો તેણે સાચું કહ્યું. બાળકે કહ્યું કે તે કોચિંગમાં જવાથી છૂટકારો મેળવવા માંગતો હતો, તેથી તેણે આવી વાર્તા બનાવી. પરિવારના સભ્યોની ઠપકોથી તે ગુસ્સે પણ હતો. બાળકે કહ્યું કે તેણે પોતાના અપહરણની ખોટી સ્ટોરી બનાવી છે. તેણે એવું વિચારીને કર્યું હતું કે પરિવારના સભ્યો આ સાંભળીને ડરી જશે અને તેને કોચિંગમાં જવું ન પડે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.