પહેલા વરમાળા પહેરાવી… પછી ભરી દુલ્હનની માંગ… – બે જ સેકન્ડમાં લગ્નના મંડપમાં જ વરરાજાનું થયું મોત

Software engineer death in heart attack: ગુજરાત સહિત દેશભરમાંથી અવારનવાર આકસ્મિક મોત.હાર્ટ અટેક થી મોત અથવા તો કોઈ કારણોસર મોતના કિસ્સાઓ સામે આવતા હોય છે.…

Software engineer death in heart attack: ગુજરાત સહિત દેશભરમાંથી અવારનવાર આકસ્મિક મોત.હાર્ટ અટેક થી મોત અથવા તો કોઈ કારણોસર મોતના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર કોઈ લગ્ન પ્રસંગે અથવા તો અન્ય કોઈ પ્રસંગમાંથી પણ કોઈના મોતના સમાચાર સામે આવે છે.  તેવી જ ઘટના બિહારના ભાગળ પુર માંથી એક મોતનો કિસ્સો(Software engineer death in heart attack) સામે આવ્યો છે. આ કિસ્સો ઘણો ચોકાવનારો છે. દુલ્હનની માંગ ભર્યા બાદ તરત જ વરરાજા નું મોત થયું હોવાનું તેવું સામે આવી રહ્યું છે. વરરાજા ને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટના બાદ વરરાજા અને દુલ્હનના પરિવારના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

કહેવામાં આવ્યું છે કે તારીખ 2 જુન ના રોજ વરરાજા ને છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. ઝારખંડના પશ્ચિમમાં શિવભૂમના રહેવાસી વિનીતના ભાગળની રહેવાસી આયુષી સાથે તારીખ 3 જુને 2023 ના રોજ લગ્ન થયા હતા. વિનીત દિલ્હીની એક ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકેનું કામ કરી રહ્યું હતું. અને આયુષ એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે. બુધવારે 3 જુને રોજ એની જાન લઈને આયુસીના ઘરે પહોંચ્યો હતો. વરમાળા  બાદ ફોટોસેશન અને અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં પણ આવી હતી.

ગુરૂવાર 4 જુને ના  રોજ સવારે સિંદુર દાન થયું હતું. વિનીત બાથરૂમમાં ગયો અને પછી ત્યાંથી આવતા જ તેને છાતીમાં દુખાવો થવા માંડ્યો હતો તેના કારણે તે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. સ્થળ પર હાજર નો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે જાગ્યો નહીં. પરિવારના સભ્યોએ વિનીત ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા. તપાસ બાદ ડોક્ટરે વિનીત મૃત જાહેર કર્યો હતો. પરિવારના લોકોએ જણાવ્યા અનુસાર મિનિટને હાર્ટ એટેક આવ્યો હતો. બીજી બાજુ પતિના મૃત્યુના સમાચાર સાંભળીને આયુસી પણ ત્યાં થઈ બેભાન થઈ ત્યાં ધળી પડી હતી.

વિનીત અને આયુષી નો સાત જન્મ સંઘ થોડા જ કલાકમાં તૂટી ગયો હતો. કાકાએ જણાવ્યું છે કે, અમે આખી રાત ખૂબ જ ધૂમધામથી લગ્નની મજા માણી રહ્યા હતા. પછી વહેલી સવારે સમાચાર આવ્યા કે વિવિધ ની તબિયત બગડી ગઈ છે. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેની પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. રિપોર્ટ અનુસાર, પ્રાથમિક તપાસમાં મોતને શંકાસ્પદ માંગતા પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. છોકરા વાળા એ છોકરી પક્ષ પર કાવતરા હેઠળ હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસ આ મામલે સમગ્ર તપાસ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *