અહિયાં ભીષણ આગમાં એકસાથે 116 ઘરો રાખ અને હજારો લોકોએ છોડવું પડ્યું વતન- જુઓ તબાહીના LIVE દર્શ્યો

દક્ષિણ કોરિયાના(South Korea) પૂર્વ કિનારે ખુબ જ ભયંકર આગ(Fire) લાગી છે. મળતી માહિતી અનુસાર આ ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 116 ઘરો નાશ પામ્યા છે. તે જ સમયે, 6 હજારથી વધુ લોકોએ પોતાનું ઘર પણ છોડવું પડ્યું છે.

એક રીપોર્ટ અનુસાર દરિયાકાંઠાના શહેર ઉલજિનમાં શુક્રવારે સવારે જંગલમાં આગ લાગી હતી. આગને કારણે ઉલજિનમાં આવેલા ન્યુક્લિયર પાવર પ્લાન્ટને પણ જોખમ હતું. રાષ્ટ્રપતિ મૂન જે-ઈને પણ આ અંગે ચેતવણી જારી કરી હતી, જેના પછી પાવર પ્લાન્ટની ક્ષમતા 50% ઘટી ગઈ હતી અને ઇલેક્ટ્રિક લાઈનો કાપી નાખવામાં આવી હતી. નેશનલ ફાયર એજન્સીના અધિકારીના જણાવ્યા અનુસાર પ્લાન્ટમાં સેંકડો ફાયર ફાઈટર તૈનાત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.

મળેલ માહિતી મુજબ આગ પર કાબૂ મેળવવા માટે 51 હેલિકોપ્ટર અને 273 વાહનો સાથે 2,000 થી વધુ અગ્નિશામકો અને સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. સેમચેઓકમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં આગને ફેલાતી અટકાવવા માટે સેંકડો અગ્નિશામકોએ રાતોરાત જહેમત ઉઠાવી હતી. આ પછી, જોરદાર પવનને કારણે, આગ ઉત્તર સેમચેઓક તરફ આગળ વધી. આ શહેર રાજધાની સિઓલથી લગભગ 330 કિમી દક્ષિણપૂર્વમાં છે.

હાલ સેમચેઓક શહેર તરફ ફેલાયેલી આગને ઓલવવામાં માટે 2 હજારથી વધુ અગ્નિશામકો અને સૈનિકો રોકાયેલા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આજે સાંજ સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવશે. આગ ક્યાં કારણોસર લાગી છે તે અંગે ગૃહ અને સુરક્ષા મંત્રાલય તપાસ કરી રહી છે. ટુક જ સમયમાં આ વિશે પણ માહિતી મળી જશે તેવું જણાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *