હસતો ચહેરો હંમેશા માટે શાંત થઇ ગયો: 16 વર્ષની આ ફેમસ એક્ટ્રેસે કર્યો આપઘાત, પરિવાર-ચાહકોમાં શોકનો માહોલ

રિયાલિટી ટીવી શો ટોડલર્સ એન્ડ ટિયારસથી ચર્ચામાં આવેલી એક્ટ્રેસ કૈલિયા પોસી(Kailia Posey)નું અવસાન થયું છે. સોમવારે, 2 મેના રોજ કૈલિયા પોસી મૃત હાલતમાં મળી આવી…

રિયાલિટી ટીવી શો ટોડલર્સ એન્ડ ટિયારસથી ચર્ચામાં આવેલી એક્ટ્રેસ કૈલિયા પોસી(Kailia Posey)નું અવસાન થયું છે. સોમવારે, 2 મેના રોજ કૈલિયા પોસી મૃત હાલતમાં મળી આવી હતી. કેલિયાના મૃત્યુથી સમગ્ર પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો છે. ચાહકો પણ ખરાબ હાલતમાં છે. કેલિયા પોઝીનું મૃત્યુ કેવી રીતે થયું તે કોઈને સમજાતું નથી.

કૈલિયા પોસીના મૃત્યુ પછી, માતાએ તેની પુત્રીના પ્રમોશનની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી અને લખ્યું કે તેની પાસે કોઈ શબ્દો નથી. કૈલિયા પોસીની માતાએ લખ્યું કે, ‘એક સુંદર છોકરી ગઈ. હાલ અમે ઘણા દુ:ખમાંથી પસાર થઈ રહ્યા છીએ. અમે અમારું બાળક હંમેશ માટે ગુમાવ્યું છે. કૃપા કરીને અમને ગોપનીયતા આપો.

જ્યારે ચાહકો કૈલિયા પોસીના મૃત્યુનું કારણ જાણવા માટે બેચેન છે અને વિવિધ બાબતો વિશે વાત કરી રહ્યા છે. ત્યારે માતાપિતાએ કહ્યું છે કે, કૈલિયા પોસીએ આત્મહત્યા કરી છે. કૈલિયા પોસી 2012માં અચાનક ચર્ચામાં આવી. જ્યારે 5 વર્ષની ઉંમરે તેનો ચહેરો બનાવતી એક gif વાયરલ થઈ. કૈલિયાએ 2019માં હોરર ફિલ્મ ઈલીમાં પણ કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by kailia (@kailiaposey)

TMZના રિપોર્ટ અનુસાર, કૈલિયા પોસીના માતા-પિતાએ જણાવ્યું કે, તે ખૂબ જ તેજસ્વી અને ઝડપી હતી. તેનું ભવિષ્ય ઉજ્જવળ હતું. પરંતુ, અચાનક જ તેણે જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો. પરિવારે વધુમાં ઉમેર્યું હતું કે, કૈલિયા પોસીએ અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધા બાદ તેના સમગ્ર જીવન દરમિયાન અસંખ્ય ક્રાઉન અને ટ્રોફી જીતી હતી.

 

View this post on Instagram

 

A post shared by kailia (@kailiaposey)

તે એક અદ્ભુત કોન્ટોર્શનિસ્ટ હતી અને તેના કારણે તેને જોબની ઘણી ઓફરો મળી રહી હતી. બીજી તરફ, કેલિયાના સાવકા પિતાએ લોકોને અપીલ કરી હતી કે જો તેઓ એવા કોઈ વ્યક્તિને ઓળખે છે જે આત્મહત્યા જેવું પગલું ભરવાનું વિચારી રહ્યો હોય તો તેને રોકો.

 

View this post on Instagram

 

A post shared by kailia (@kailiaposey)

કૈલિયા પોસીની છેલ્લી પોસ્ટ 23 એપ્રિલની છે, જેમાં તેણે પોતાની એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતું – तुम्हें इससे मतलब नहीं होना चाहिए।’ કૈલિયા પોસીની આ પોસ્ટ પર, ચાહકો અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને શોક વ્યક્ત કરી રહ્યા છે. આશ્ચર્ય થાય છે કે, આટલી સફળ હોવા છતાં કેલિયાએ શા માટે આત્મહત્યા કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *