પાટીદાર સમાજ ટ્રસ્ટના કોવિડ આઇસોલેશન સેન્ટરમાં 117 દર્દીએ કોરોના હરાવ્યો, આજે એક સાથે 22 લોકોને મળી ડિસ્ચાર્જ

કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ…

કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. તેમાં પણ ગુજરાતના મહાનગર અમદાવાદની સ્થિતિ સૌથી વધારે ખરાબ થઇ છે.

ગુજરાત રાજ્યમાં દરરોજ વધુમાં વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરાની સ્થિતિ સતત બગડી રહી છે. ત્યારે સુરતમાંથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.

કતારગામ આંબાતલાવડી સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સુરત દ્વારા વર્તમાન સમયની કોવીડની સમસ્યાને ધ્યાને લઈને કોવીડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. કતારગામ-વેડ રોડ મેડીકલ એસોસિએશનના સહયોગથી સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ટીમ સેવા આપી રહી છે. સમાજનાં યુવાનો હિંમતથી દર્દીને પરિવારના સભ્યની જેમ સેવા આપી રહ્યા છે.

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ આઇસોલેશ સેન્ટરમાં હાલ સુધીમાં 182 કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર આપવામાં આવી છે. જેમાં શનિવારે એક સાથે 22 દર્દીઓ મળીને અત્યાર સુધીમાં 116 દર્દીઓ કોરોનાના જંગ સામે લડીને સ્વચ્છથ થઇને ખૂશીથી ઘરે પરત ફર્યા હતા. હાલમાં 66 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. બધાને દર્દીઓને ખુબ આંનદ છે કે ઘરના વાતવરણ જેવો જ માહોલ એમને મળી રહ્યો, અહી દર્દીઓને તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે.

અહિયા જરૂરિયાતવાળા દર્દીઓને ઓક્સિજનની સારવાર તેમજ દવાઓ ફ્રી આપવામાં આવે છે. દર્દીઓને ફ્રુટ, જ્યુસ, નાસ્તો, સૂપ, ભોજન જેવી સેવા વિનામુલ્યે આપવામાં આવે છે. સમસ્ત પાટીદાર સમાજનાં કારોબારી સભ્યો સર્વેથી વેલજીભાઈ શેટા(પ્રમુખ શ્રી), કાળુભાઈ ભીમનાથ (ઉપ.પ્રમુખ શ્રી) તથા સેવાભાવી આગેવાનો સતત હાજર રહી સમ્રગ સેવા સારી રીતે મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.

આ ઉપરાંત, ગત રવિવારે આયુશ હોસ્પિટલમાં આગની ઘટનાની સંસ્થાના સ્વયંસેવકને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને સારવાર માટે તડફડી રહેલા દર્દીને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન હોસ્પિટલમાં જગ્યા ન મળતા દર્દીને તાત્કાલીક પણે આઇસોલેશન સેન્ટરમાં લાવીને તેમને તાત્કાલીક તબીબ સારવાર સાથે ઓક્સિજનની આપીને કીટીકલ માંથી સ્થિતિમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. જે કામગીરી અમારા સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના યુવાન સ્વયંસેવકે કરીને માનવતા મહેકાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *