પંચમહાલની પાનમ નદીમાં હોડી ડૂબી જતા માતા-પિતા અને બાળકીનું મોત

પંચમહાલમાંથી એક એવી દર્દનાક ઘટના સામે આવી છે જેમાં શહેરની બોરયાવી પાનમ નદીના હોડી ડૂબી જતા એક જ પરીવારના 4 લોકોના મોત નીપજ્યા હતા. હોડીમાં…

પંચમહાલમાંથી એક એવી દર્દનાક ઘટના સામે આવી છે જેમાં શહેરની બોરયાવી પાનમ નદીના હોડી ડૂબી જતા એક જ પરીવારના 4 લોકોના મોત નીપજ્યા હતા. હોડીમાં બે પુરુષ, એક મહિલા અને એક બાળકીનું મોત નીપજતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા મોડી રાત સુધી કામગીરી કરીને ચારેય મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

જાણવા મળ્યું છે કે, પંચમહાલના બોરીયાવી પાસે પાનમ નદીમાં હોડી ડૂબવાથી પાણીમાં ગરકાવ થતા 4 લોકોના મોત નીપજ્ય હતા. એક જ પરિવારના માતા-પિતા અને પુત્રી સહીત નાવીકનું પણ ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ દરમિયાન સ્થાનિક તરવૈયાની મદદથી મોડી રાત સુધી રેસ્ક્યુ કામગીરી કરીને માતા પિતા અને 3 વર્ષીય પુત્રીના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

જોકે, નાવિકનો મૃતદેહ હજી સુધી મળ્યો નથી. જેની શોધખોળ ચાલી રહી છે. એક જ પરિવારના ત્રણ સભ્યો મોતને ભેટતા સ્વજનોમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ, લાંબી મહેનત બાદ પણ હોડી ચાલકનો મૃતદેહ ન મળતા આજે ફરીવાર તેની શોધખોળ શરુ કરવામાં આવશે.

જાણવા મળ્યું છે કે, હોડીમાં સવાર લોકો મોરવાના ગાજીપૂરથી બોરીયાવી જઈ રહ્યા હતા. તેઓ ગાજીપુર પોતાના સંબંધીના ઘરે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. આ ઘટના શનિવારે મોડી સાંજે બની હતી. બંને ગામ વચ્ચે વર્ષોથી લોકો હોડીમાં બેસીને અવર-જવર કરતા હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *