ગીર સોમનાથમાં ફાટ્યું આભ… આ જિલ્લાઓમાં આખીઆખી રાત વરસાદ ખાબકતા બેટમાં ફેરવાયાં ગામ અને ખેતરો

હવે દરેક જગ્યાએ જબરદસ્ત વરસાદ(Rain) જોવા મળી રહ્યો છે. એવામાં ગીર સોમનાથ(Gir Somnath) જિલ્‍લામાં આભ ફાટ્યું છે. આ જિલ્લામાં ગત રાત્રિથી મેઘરાજા ઓળઘોળ થયા હોય એમ મુશળધાર વરસાદ વરસવવાનું શરૂ થયા બાદ સવાર સુધીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. એમાં સુત્રાપાડા (Sutrapada)માં સાત કલાકમાં 12 ઇંચ, કોડીનાર (Kodinar)માં સાતેક કલાકમાં 9 ઇંચ અને વેરાવળ(Veraval)-સોમનાથમાં છ કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. એને પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્‍થ‍િતિ સર્જાઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્‍ચે પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંતર્ગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન-વ્‍યવહાર ખોરવાઇ જતાં બંન્‍ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે.

સાંબેલાધાર વરસાદને કારણે લોકોને અનેક મુશ્કેલી:
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ગત રાત્રિથી ગીર સોમનાથના દરિયાકાંઠે વસેલા સુત્રાપાડા, કોડીનાર અને વેરાવળમાં મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. સૌથી વધુ સુત્રાપાડામાં રાત્રિના શરૂ થયેલ સવારે 10 વાગ્‍યા સુધી સાત કલાકમાં 12 ઇંચ, જયારે કોડીનારમાં 9 ઇંચ અને વેરાવળમાં 5 ઇંચ વરસાદ વરસાવી દીધો હતો. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

આ ઉપરાંત ખેતરોમાં પાકને જરૂરી એવા ખરા સમયે જ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. તો કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલા સાંબલેધાર વરસાદને પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગામો બેટમાં ફેરવાયાં, માર્ગો પર નદીઓ વહેતી થઈ:
મળતી માહિતી અનુસાર, સુત્રાપાડા શહેર-પંથકમાં ગત રાત્રિના અઢી વાગ્‍યા આસપાસ મેઘરાજાએ પધરામણી કરી હતી. આ પછી વહેલી સવારે સાત વાગ્‍યા સુધી મુશળધાર વરસાદ વરસ્‍યો હતો. આ બાદ પણ વરસાદ ધીમી ધારે વરસવાનું ચાલુ જ હતું. આમ, સાત કલાકમાં 12 ઇંચ જેવો વરસાદ વરસી જતાં શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. સુત્રાપાડા પંથકમાં આભ ફાટ્યું હતું.

ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતાં બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જોવા મળતો હતો. પંથકના મટાણા સહિતનાં અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાનાં દૃશ્યો સામે આવ્‍યાં છે. આ ઉપરાંત પ્રશ્નાવડા, લોઢવા, સીંગસર સહિતનાં ગામોની શેરીમાં નદી વહેતી થતાં બેટમાં ફેરવાયા જેવો નજારો જોવા મળતો હતો. સુત્રાપાડા તાલુકાનાં અન્‍ય ગામોને જોડતા ઉંબરી સહિતના મુખ્‍ય માર્ગો પર પાણી ભરાઈ જતા બંધ થઇ જતાં વાહનચાલકો મુશ્‍કેલીમાં મુકાયા હતા.

કોડીનાર પંથકનાં અનેક ગામો જળમગ્‍ન થયાં:
કોડીનાર શહેર-પંથકમાં સાતેક કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસી જતાં જળબંબાકાર જેવી સ્‍થ‍િતિ અનેક જગ્‍યાએ જોવા મળી હતી. કોડીનાર શહેરની અનેક સોસાયટીઓ, રસ્‍તાઓ અને નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તો પંથકના દરિયાકાંઠાના મૂળ દ્વારકા, માલાશ્રમ સહિતનાં ગામોની અંદર નદીઓ વહેતી થઇ હતી. ગ્રામ્‍ય વિસ્‍તારોને તાલુકા મથકોએ જોડતા માર્ગો પર નદી- વોકળાઓનાં પાણી ફરી વળ્યાને પગલે વાહનવ્‍યવહાર બંધ થયો છે.

નેશનલ હાઇવેની બેદરકારીને લીધે વાહનવ્‍યવહાર ખોરવાયો:
અતિ ભારે વરસાદને કારણે નિર્માણાધીન વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે પર મોરડિયા અને પેઢાવાડા ગામની વચ્‍ચે પુલનું કામ ચાલી રહ્યું હોવાથી કાઢવામાં આવેલું ડાઇવર્ઝન સોમત નદીમાં આવેલા પૂરના ધસમસતા પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. આ ધસમસતા પૂરના પાણીમાં ડાઇવર્ઝન ધોવાઇ ગયું હતું, જેના પૂરથી જોખમી રીતે પસાર થઇ રહેલાં મોટાં વાહનો પૈકી ટ્રક ફસાઇ ગઈ હોવાનાં દૃશ્યો સામે આવ્‍યાં હતાં. વેરાવળ-કોડીનાર વચ્‍ચેનો વાહનવ્‍યવહાર ખોરવાઇ જવાની સાથે બન્‍ને તરફ વાહનોની લાઇનો લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *