Today Petrol Diesel Price: સરકારી તેલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે દરેક શહેરોના પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરે છે. આજે, ઘણા શહેરોમાં કિંમતો સ્થિર રહી છે, જ્યારે ઘણી જગ્યાએ ઇંધણના ભાવ(Today Petrol Diesel Price)માં ફેરફાર થયો છે. ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કાચા તેલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં આજે 0.57 ટકાનો વધારો નોંધાયો છે અને તે પ્રતિ બેરલ $75.41 પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, WTI ક્રૂડ ઓઇલ 0.68 ટકા વધીને બેરલ દીઠ $ 71.35 પર ટ્રેડ કરી રહ્યું છે.
મુખ્ય શહેરોમાં Petrol Diesel ના ભાવ
જયપુર- પેટ્રોલ 79 પૈસા વધીને રૂ. 109.46 પ્રતિ લીટર, ડીઝલ 72 પૈસા વધી રૂ. 94.61 પ્રતિ લીટર
નોઈડા- પેટ્રોલ 15 પૈસા મોંઘુ થયું 96.79 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 14 પૈસા મોંઘુ થયું 89.96 રૂપિયા પ્રતિ લીટર
ગાઝિયાબાદ- પેટ્રોલ 32 પૈસા સસ્તું થઈને 96.26 રૂપિયા, ડીઝલ 30 પૈસા સસ્તું થઈને 89.45 રૂપિયા પ્રતિ લિટર થયું છે.
ગુરુગ્રામ- પેટ્રોલ 41 પૈસા મોંઘુ થઈને 97.18 રૂપિયા, ડીઝલ 40 પૈસા મોંઘુ થઈને 94.02 રૂપિયા પ્રતિ લીટર થયું
લખનૌ- પેટ્રોલ 14 પૈસા સસ્તું થયું 96.33 રૂપિયા, ડીઝલ 132 પૈસા સસ્તું થયું 89.53 રૂપિયા પ્રતિ લિટર
પટના- પેટ્રોલ 30 પૈસા મોંઘુ થઈને 107.54 રૂપિયા, ડીઝલ 28 પૈસા મોંઘુ થઈને 94.32 રૂપિયા પ્રતિ લીટર થયું
જાણો ક્યાં છે સૌથી મોંઘુ પેટ્રોલ-ડીઝલ
રાજસ્થાનના ગંગાનગર અને હનુમાનગઢ જિલ્લામાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 113.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે હનુમાનગઢ જિલ્લામાં પેટ્રોલ 112.54 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 97.39 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
જાણો ક્યાં છે સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ
પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ વેચાઈ રહ્યું છે. જ્યાં પેટ્રોલની કિંમત 84.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 79.74 રૂપિયા પ્રતિ લીટર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.