12 વર્ષના છોકરાએ બિટકોઈન(Bitcoin) અને એનએફટી ટ્રેડિંગ(NFT Trading) દ્વારા કરોડોની કમાણી કરી છે કોઈપણ પૈસા ખર્ચ્યા વિના. આ છોકરાનું નામ બેન્જામિન અહેમદ(Benjamin Ahmed) છે. તેણે 5 વર્ષની ઉંમરે તેના પિતા પાસેથી કોડિંગ(Coding) શીખ્યુ અને હવે 12 વર્ષની ઉંમરે, તેણે વ્હેલ થીમ્સનો NFT સંગ્રહ બહાર પાડ્યો છે.
તમને જણાવી દઈએ કે, NFT એક પ્રકારનું ડિજિટલ આર્ટ વર્ક છે જેને ખરીદી અને વેચી શકાય છે. બેન્જામિન એ પ્રથમ વખત પિક્સલેટેડ વ્હેલ લોન્ચ કરી. તે કલાકોમાં વેચાઈ ગઈ હતી. આ માટે બેન્જામિનને લગભગ 1 કરોડ રૂપિયા મળ્યા. તેની કમાણી સતત વધી રહી હતી. તેમના અન્ય સાહસો પણ ખૂબ સફળ સાબિત થયા.
થોડા જ મહિનામાં બેન્જામિનની કમાણી વધીને લગભગ 8 કરોડ થઈ ગઈ અને હવે 12 વર્ષની ઉંમરે તેણે 30 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ખાસ વાત એ છે કે, તેની પાસે અત્યાર સુધી કોઈ બેંક એકાઉન્ટ પણ નથી અને તેણે કમાયેલા પૈસા પણ ખર્ચ્યા પણ નથી. બેન્જામિન અહેમદ યુકેમાં રહે છે.
તેની તમામ સંપત્તિ Ethereum નામની ક્રિપ્ટોકરન્સીમાં છે. જોકે, ક્રિપ્ટોકરન્સીની કિંમત હજુ પણ ચર્ચાનો વિષય છે. ઘણા માને છે કે, આવનારા સમયમાં તે નકામું બની જશે અને રોકાણકારોને તેમના પૈસા ઉપાડવાનો સમય નહીં મળે. પરંતુ બેન્જામિન માને છે કે, તે ભવિષ્યનું ચલણ છે અને અત્યારે તે તેની કમાણી ત્યાં જ છોડી દેશે. બેન્જામિન ધ સનને જણાવ્યું હતું કે, અત્યારે તે માત્ર કુશળતા અને અનુભવ વિકસાવવા માંગે છે. અત્યાર સુધીમાં તેના NFT કલેક્શનનું ટ્રેડ વેલ્યુ રૂ. 30 કરોડને વટાવી ગયું છે. જેમ જેમ તે લોકપ્રિય થશે તેમ તેની કિંમત વધશે.
બેન્જામિને કહ્યું કે, મારા સ્કૂલના મિત્રો જાણે છે કે હું શું કરું છું અને તે લોકોએ મને આ માટે અભિનંદન પણ પાઠવ્યા છે. જોકે, મને લાગે છે કે દરેક જણ આ સમજી શકતા નથી. પરંતુ ઘણા લોકો મારી કહાની જાણે છે અને મને એ જોઈને આનંદ થાય છે કે મારા કારણે ઘણા લોકો NFT વિશે શીખી રહ્યા છે. બેન્જામિનના પિતા ઈમરાનનું કહેવું છે કે, આ સાહસ તેમના માટે ક્યારેય પૈસા કમાવવાનો માર્ગ નહોતો. તે જ્ઞાન માટે કરી રહ્યો હતો. અને પૈસા બોનસ છે. હું હંમેશા ઇચ્છું છું કે, મારા બાળકો તે કામ કરે જેમાં તેમને મજા આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.