સમગ્ર વિશ્વમાં 10 કરોડ અને ભારતમાં 50 લાખ લોકો પોતાનું ઘર છોડીને થયા વિસ્થાપિત- જાણો ચોંકાવનારૂ કારણ

સંયુક્ત રાષ્ટ્ર(United Nations)ના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્લાઈમેટ ચેન્જ અને આફતોના કારણે 2021માં વિશ્વભરમાં 10 કરોડથી વધુ…

સંયુક્ત રાષ્ટ્ર(United Nations)ના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્લાઈમેટ ચેન્જ અને આફતોના કારણે 2021માં વિશ્વભરમાં 10 કરોડથી વધુ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિસ્થાપિત થયા છે. ભારતમાં આ સંખ્યા 50 લાખની આસપાસ છે. મતલબ કે આ વર્ષે ભારતમાં 50 લાખથી વધુ લોકો પોતાનું ઘર છોડવા મજબુર બન્યા છે.

યુએન રેફ્યુજી એજન્સી(UNHCR)ના વાર્ષિક ‘ગ્લોબલ ટ્રેન્ડ્સ રિપોર્ટ’ અનુસાર, ગયા વર્ષે આટલા મોટા વિસ્થાપનના કારણોમાં હિંસા, માનવાધિકારનું ઉલ્લંઘન, ખાદ્ય અસુરક્ષા, આબોહવા સંકટ, યુક્રેનમાં યુદ્ધ અને આફ્રિકાથી અફઘાનિસ્તાન સુધીની અન્ય કટોકટી છે.

ચીનમાં સૌથી વધુ વિસ્થાપિત થયા લોકો:
રિપોર્ટ અનુસાર, 2021માં ચીનમાં સૌથી વધુ 60 લાખ લોકો, ફિલિપાઈન્સમાં 5.7 મિલિયન અને ભારતમાં 4.9 મિલિયન લોકો આફતોને કારણે વિસ્થાપિત થયા હતા. આમાંથી મોટાભાગના લોકોએ આપત્તિના કારણે અસ્થાયી રૂપે તેમના ઘર છોડી દીધા હતા. અહેવાલમાં જણાવાયું છે કે, મોટાભાગના આંતરિક રીતે વિસ્થાપિત લોકો તેમના ઘરે પાછા ફર્યા છે, પરંતુ વર્ષના અંત સુધીમાં, વિશ્વભરમાં આફતોના કારણે વિસ્થાપિત થયેલા 5.9 મિલિયન લોકો હજુ પણ તેમના ઘરે પરત ફરી શક્યા નથી.

વિસ્થાપિત લોકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે:
યુએન એજન્સીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં દર વર્ષે ઘર છોડવા માટે મજબૂર થયેલા લોકોની સંખ્યામાં વધારો થયો છે. 2021 ના ​​અંત સુધીમાં, યુદ્ધ, હિંસા, અત્યાચાર અને માનવાધિકારના ઉલ્લંઘનથી વિસ્થાપિત લોકોની સંખ્યા 89.3 મિલિયન હતી, જે એક વર્ષ પહેલાની સરખામણીએ આઠ ટકાનો વધારો છે અને 10 વર્ષ પહેલાના આંકડા કરતા બમણાથી વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *