વિશ્વને કોરોના મહામારીથી છુટકારો અપાવવા 12 વર્ષીય ભારતીય બાળકની અનોખી પહેલ- જાણીને ગર્વ થશે

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહ ઈચ્છે. આની સાથે જ રાહતના સમાચાર તો એ કહેવાય કે, કોરોનાની વેક્સીન આવી ચુકી છે ત્યારે એક જાણકારી સામે આવી રહી છે. અમેરિકામાં આવેલ સિનસિનાટી શહેરમાં રહેતો અભિનવ ફક્ત 12 વર્ષનો છે. કોરોના વેક્સિન ટ્રાયલમાં સામેલ દુનિયાનો સૌથી નાનો બાળક છે. અભિનવના પિતા શરત ચંદ્ર ડૉક્ટર છે તેમજ હાલમાં તેઓ પણ ફાઈઝરની રસીની ટ્રાયલમાં સામેલ છે.

પ્રશ્ન: વેક્સિન ટ્રાયલમાં સામેલ સૌથી નાની વયનો બાળક છે. આ પ્રેરણા ક્યાંથી મળી?
અભિનવ: 
મારા પિતા પણ વેક્સિન ટ્રાયલમાં સામેલ છે. તેમણે મને જણાવ્યું હતું કે, હવે 12થી 15 વયજૂથના બાળકો પર પણ વેક્સિનની ટ્રાયલ કરવામાં આવશે. તેમણે મને પુછ્યું હતું કે, શું તું ટ્રાયલમાં સામેલ થવા માગીશ? મને એ વાતનો આનંદ હતો કે, આ બહાને સમજ માટે કંઈક નાનકડું પણ ખુબ સારું કરી રહ્યો છું. તેનાથી વિજ્ઞાનીઓને પણ કોરોનાવાઈરસને સમજવામાં મદદ થશે.

પ્રશ્ન: અભિનવ, અત્યારે તારી ઉંમર ઘણી નાની છે, શું વેક્સિન લગાવતા સમયે કોઈ ડર લાગ્યો નહીં?
અભિનવ: 
હા, આની પહેલા હું ડરેલો હતો. મને વેક્સિનનો ભય ન હતો પણ એ વાતનો ભય રહેતો હતો કે, ઈન્જેક્શન લાગશે તેમજ મારું લોહી નીકળશે. પહેલાં હું ક્યારેય પણ કોઈ વેક્સિનની ટ્રાયલમાં જોડાયો ન હતો, એટલે થોડો ખચકાટ તથા ગભરામણ પણ થતી હતી.

આની સાથે જ મેં એવું પણ સાંભળ્યું હતું કે, બીજી વેક્સિન ટ્રાયલમાં અમુક લોકોને સાઈડ ઈફેક્ટ થઈ રહી છે એટલે આરોગ્યની ચિંતા હતી પણ ફાઈઝરની ટ્રાયલમાં આવા સમાચાર આવ્યા નહીં, એટલે તૈયાર થઈ ગયો હતો. હા, માતા તેના માટે તૈયાર ન હતી પણ પિતા ટ્રાયલમાં સામેલ હતા.

તેમને કોઈપણ પ્રકારની મોટી સાઈડ ઈફેક્ટ થઈ ન હતી એટલે મારા માટે આ ખુબ સરળ હતું. આ જ વિચારીને મમ્મીએ પણ પાછળથી હા પાડી હતી. મને કોરોનાની રસીનો સૌપ્રથમ ડોઝ ઓક્ટોબરના અંતમાં આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજો ડોઝ નવેમ્બર માસમાં આપવામાં આવ્યો હતો. બંને વખત મને કોઈ સાઈડ ઈફેક્ટ થઈ ન હતી, ફક્ત હાથમાં થોડો સમય સામાન્ય દુ:ખાવો થયો હતો.

પિતા બોલ્યા – રિસર્ચ કર્યાં બાદ પુત્રની ટ્રાયલનું પુછ્યું…
પિતા શરતચંદ્ર જણાવે છે કે, હું હોસ્પિટલમાં કામ કરું છું એટલે મને પણ થોડો ભય રહેતો હતો કે, ક્યાં કોરોના વાઈરસનું સંક્રમણ મારા પરિવાર સુધી ન પહોંચે એટલે મેં ટ્રાયલમાં ભાગ લેવાનો નિર્ણય લીધો હતો. સપ્ટેમ્બર માસમાં બીજો ડોઝ લીધા બાદ મને તીવ્ર તાવ આવ્યો હતો.

કુલ 2 દિવસ સુધી થાક અનુભવાયો હતો. જો કે, તેને મોટી સાઈડ ઈફેક્ટ માની શકાય નહીં. ત્યારબાદ મેં મારા સ્તર પર ખુબ રિસર્ચ કર્યું હતું કે ક્યાંક પુત્રને તો વેક્સિનની સાઈડ ઈફેક્ટ નહીં થાય. ત્યારબાદ મને જ્યારે આશ્વાસન મળ્યું કે, કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ દેખાશે નહીં ત્યારે પુત્ર અભિનવની સાથે વાતચીત કરી હતી. તેને સમજાવીને ટ્રાયલમાં સામેલ કરાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *