હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ઘણીવાર આપણને વિશ્વાસ ન થાય એવી ઘટના બનતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. ઇન્ડોનેશિયામાં માત્ર 12 વર્ષીય એક છોકરીનું મોત નીપજ્ય બાદએ પાછી જીવતી થઇ ગઈ હતી.
જો, કે માત્ર 1 કલાક સુધી જીવતી રહ્યા પછી ફરી પાછી એ મૃત્યુ પામી હતી. સપિતી મુસ્ફુફાહ નામની માત્ર 12 વર્ષીય આ છોકરીને હૃદયરોગનો હુમલો આવતાં જ એને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં 18મી ઓગસ્ટના રોજ સાંજનાં સમયે 6 વાગ્યે એનું મોત પણ થયું હતું.
સાંજનાં 7 વાગ્યાની આજુબાજુ એને ઘરે લઇ જવામાં આવી હતી. એની દફનવિધિ પહેલાં સપિતીનાં મૃતદેહને સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન એ ફરી પાછી જીવતી થઇ ગઇ હતી. આની પહેલાં બંધ રહેલ આંખો પણ ખુલી ગઇ હતી.
એનું હૃદય ફરી પાછું ધબકવા લાગ્યું હતું. એનું શરીર પણ ઘણું ગરમ થઇ ગયું હતું તેમજ એ પ્રવૃત્તિશીલ બનવાં માંડી હતી. એને ફરીથી જીવતી થયેલ જોઇને એનાં પરિવારજનો અચંબામાં પડી ગયા હતાં.
જો, કે માત્ર 1 કલાકમાં જ સપિતી ફરી મૃત્યુ પામી હતી.ડૉકટર્સનાં અભિપ્રાય પ્રમાણે હૃદયરોગનાં હુમલાને કારણે જેનું મોત થાય છે, એની નાડી ઘણીવાર ચાલવા પણ માંડે છે. અંદાજે કુલ 82% કેસમાં મોતની કુલ 10 મિનિટ પછી આવું જ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews