અમેરિકાના રાષ્ટ્રપતિનો કેટલો પગાર અને કેવીકેવી સુવિધાઓ મળે છે? જાણી તમે પણ ચોંકી ઉઠશો

અમેરિકન રાષ્ટ્રપતિ પાસે અમર્યાદિત સત્તા તો હોય છે જ ઉપરાંત એમનો પગાર પણ શાનદાર હોય છે. તેમજ ઘણા ભથ્થાં, ઉપરાંત, એવા એવા પ્રકારની સુવિધાઓ હોય…

અમેરિકન રાષ્ટ્રપતિ પાસે અમર્યાદિત સત્તા તો હોય છે જ ઉપરાંત એમનો પગાર પણ શાનદાર હોય છે. તેમજ ઘણા ભથ્થાં, ઉપરાંત, એવા એવા પ્રકારની સુવિધાઓ હોય છે કે, જે વિશ્વના કોઈ પણ રાષ્ટ્રપતિને કદાચ જ મળતી હશે. અમેરિકન રાષ્ટ્રપતિનો વાર્ષિક પગાર 4,00,000 ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે ગણીયે તો 2.9 કરોડ રૂપિયા થાય છે. પરંતુ આ પગાર સિવાય પણ, તેમને અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવે છે.

એમને પોતાના કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસમાં રહેવા મળે છે અને તેમને વ્યક્તિગત વિમાન અને હેલિકોપ્ટર પણ આપવામાં આવે છે. કાર્યકાળ પુરો થયા પછી, તે નિવૃત્તિ પેન્શન આપવામાં આવે છે. અમેરિકન રાષ્ટ્રપતિને તેમના કાર્યકાળ દરમિયાન મોટાભાગનો ખર્ચ એ સરકાર જ પૂરો પાડે છે.

રાષ્ટ્રપતિને વાર્ષિક 50,000 ડોલર (એટલે કે રૂ. 40 લાખ) નું ભથ્થું પણ મળે છે. તેઓ એક લાખ ડોલર સુધી ખર્ચ કરી (80 લાખ રૂપિયા)માં મુસાફરી કરી શકે છે. આના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લગાવવામાં આવતો નથી.

આ સિવાય એમને મનોરંજન માટે તરીકે વાર્ષિક 19000 ડોલર (14 લાખ રૂપિયા) આપવામાં આવે છે. યુ.એસ. રાષ્ટ્રપતિના પગાર પર ટેક્સ લાગે છે, પરંતુ તેમને મળતી વિવિધ સુવિધાઓ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લગાવવામાં આવતો નથી.

સામાન્ય રીતે અમેરિકન રાષ્ટ્રપતિ તથા એમના પરિવારના સભ્યો કોઈ ડિઝાઇનરો પાસેથી કપડા ગિફ્ટમાં લેતા નથી, પરંતુ જો તેઓ લઈ લે અને એક વાર પહેરી લે, ત્યારબાદ તે કપડા નેશનલ આર્કાઇવમાં મૂકી દેવામાં આવે છે.

2001 માં યુ.એસ. રાષ્ટ્રપતિનો પગાર 200,000 (રૂ. 1.45 કરોડ) હતો, પરંતુ પછી કોંગ્રેસે તેને બમણો કરી દીધો. ઉપરાંત, 50,000 બીજો ખર્ચ પણ વધારી દીધો હતો. પણ, જો આપણે ડોનાલ્ડ ટ્રમ્પ તરફ જોઈએ, તો તેઓં રાષ્ટ્રપતિ બન્યા એ પહેલા એક મોટા ઉદ્યોગપતિ તરીકે જેટલી કમાણી કરતા હતા, એની સામે આ રકમ તો ખૂબ જ ઓછી લાગે.

હાલમાં ટ્રમ્પ પાસે 3.1 બિલિયન ડોલર (2.3 ખરબ રૂપિયા)ની સંપત્તિ છે.દરેક અમેરિકન રાષ્ટ્રપતિને ખુબ લાંબું અને ખુબ મોટું વ્હાઇટ હાઉસ આપવામાં આવે છે, જે બધી જ બાજુથી ફૂલપ્રૂફ છે. આ વ્હાઈટ હાઉસ સૌ પ્રથમ વાર 1792 માં અમેરિકન રાષ્ટ્રપતિને આપવામાં આવ્યું હતું.

તેમાં છ માળ અને 132 ઓરડાઓ છે. જેમાં અનેક પ્રકારના અન્ય ઓરડાઓ પણ છે. સાથે ટેનિસ કોર્ટ અને સ્વીમિંગ પૂલ જેવી સુવિધાઓનો પણ સમાવેશ પણ થાય છે. વ્હાઇટ હાઉસમાં 51 સીટવાળું થિયેટર પણ છે. જ્યાં નાટક અથવા અન્ય ઇવેન્ટ્સ ફિલ્મ્સના સ્ક્રીનિંગ પણ સાથે થાય છે.

રાષ્ટ્રપતિ અને તેમના પરિવારને પોતાની પસંગીની રીતે વ્હાઇટ હાઉસની સજાવટ માટે 100,000 ડોલર પણ આપવામાં આવે છે. બરાક ઓબામા જ્યારે રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમણે આ પૈસાનો ઉપયોગ કર્યો નહોતો, પરંતુ આ ખર્ચનો ઉપયોગ બીજી વસ્તુમાં કર્યો હતો.

જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમણે નવા ફર્નિચર, દિવાલ સજાવટ કરવામાં 1.75 મિલિયન ડોલર વાપરી નાખ્યા હતા.વ્હાઇટ હાઉસમાં એક વિશાળ બગીચો પણ બનાવવામાં આવ્યો છે, જે રાષ્ટ્રપતિ અને તેમના પરિવારને માટે જ હોય છે.

બરાક ઓબામાની પત્ની મિશેલ પોતે જ આ બગીચાની દેખરેખ રાખતી હતી અને જુદી જુદી શાળાઓમાંથી બાળકોને ત્યાં રમવા બોલાવતી હતી અને પર્યાવરણનું મહત્વ સમજાવતી હતી. આજની તારીખે આ બગીચામાં ઘણા પ્રકારના ફળો અને શાકભાજી ઉગાડવામાં આવે છે, જેનો ઉપયોગ વ્હાઇટ હાઉસમાં કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિ અને તેમનો પરિવાર વ્હાઇટ હાઉસમાં કાયમ રહે છે. એમની સાથે ઘરની સંભાળ રાખવા માટે 100 લોકો પણ રહે છે. જેમાં નોકરો, રસોઈયા, માળીઓ, ડ્રાઇવર વગેરે લોકો .અમેરિકન રાષ્ટ્રપતિઓ સામાન્ય રીતે રજાઓમાં ફરવા માટે મેરીલેન્ડના કેમ્પ ડેવિડ જતાં હોય છે.

અહીં ખાસ કરીને રાષ્ટ્રપતિનું એક વૈભવી સત્તાવાર રહેઠાણ પણ છે. તેમાં જીમ, સ્વિમિંગ પૂલ, એરક્રાફ્ટ હેંગર વગેરે સુવિધાઓ પણ રાખવામાં આવી છે.રાષ્ટ્રપતિના ઉપયોગ માટે જે બોઇંગ 747 વિમાન મળે છે તે ખૂબ જ શાનદાર અને અતિભવ્ય હોય છે. તેમાં 4000 ચોરસ ફૂટની જગ્યા હોય છે.

તેમાં એક ઓપરેટિંગ રૂમ, રાષ્ટ્રપતિ માટે ખાનગી રૂમ અને એક સાથે 100 લોકો માટે બેઠકની વ્યવસ્થા હોય છે. જ્યારે આ વિમાન હવામાં ઉડતું હોય છે, ત્યારથી દર એક કલાકમાં એની પાછળ 200,000 ડોલરનો ખર્ચ થઈ જાય છે.

રાષ્ટ્રપતિની સેવામાં મરીન વન હેલિકોપ્ટર પણ આપવામાં આવે છે.જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ તેમની કારમાં મુસાફરી કરતા હોય છે, ત્યારે તે બુલેટ અને બોમ્બ પ્રૂફ કાર હોય છે. આ કારનું નામ બીસ્ટ્સ છે. અને ટ્રમ્પ સાથે હંમેશા ફૂલ પ્રૂફ સુવિધા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *