દિયર-ભાભીના લફરાનો ભોગ બન્યો 12 વર્ષનો ભત્રીજો, જાણો હૈયું હચમચાવી દેતી ઘટના

Bihar Crime News: બિહારના મુઝફરપુરથી હૈયું હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીંયા રાગીની દેવી નામની એક મહિલાએ પોતાના જેઠના 12 વર્ષના દીકરા વિક્રમનું ગળું કાપી (Bihar Crime News) હત્યા કરી નાખી છે. મહિલાએ આ બધું એટલા માટે કર્યું કારણ કે જેઠને ખબર પડી ગઈ હતી કે રાગીનીનું તેના નાના અને અવિવાહિત દિયર સાથે ચક્કર ચાલી રહ્યું છે અને જેઠને તેનો વિરોધ હતો.

લફડા વિશે જેઠને ખબર પડી ગઈ હતી
ચાર વર્ષ પહેલા બંનેના લફરાની વાત સામે આવ્યા બાદ વિક્રમના પિતાએ પોતાના નાના ભાઈને ખીજાય દિલ્હી મોકલી દીધો હતો. તેણે કહ્યું હતું કે જ્યાં સુધી તારા લગ્ન નક્કી ન થાય ત્યાં સુધી ઘરે પાછો નહીં આવતો. તેનાથી રાગીનીને ખૂબ દુઃખ થયું હતું અને વિક્રમના પિતા સામે બદલો લેવા માંગતી હતી.

આ દરમિયાન વિક્રમના પિતા સાથે તેના પાટીદાર વિદ્યાપતિનો જમીન વિવાદ ખૂબ વધી ગયો હતો. જમીનના વિવાદમાં બંને પરિવાર એક બીજાની હત્યા કરવા પર ઉતરી આવ્યા હતા. તેનો ફાયદો ઉઠાવી કાકી રાગીની દેવીએ તેના પિતાના દુશ્મન સાથે હાથ મિલાવી લીધો અને કહ્યું કે તેના બાળકની હત્યા કરી નાખો.

ગળુ કાપવા પર બાળક તરફડિયો તો હાથ પકડીને બેસી ગઈ
રાગીની દેવી વિક્રમને પતંગ ખરીદવાના બહાને ઘરથી એક કિલોમીટર દૂર વિદ્યાપતિના જુના ઘરમાં લઈ ઘરેથી નીકળતી વખતે રાગીની દેવીએ શાક કાપવા માટેનું દાતરડું પણ પોતાની સાથે સંતાડીને લઈ લીધું હતું. ત્યારબાદ વિદ્યાપતિ, તેની માતા અને રાગીની દેવીએ મળીને હત્યાનું કાવતરું ઘડ્યું અને અંજામ આપ્યો. વિદ્યાપતિની માતા પુનિતા દેવીએ દાતરડાથી વિક્રમનું ગળું કાપ્યું, બાળક તરફડી રહ્યો હતો તો તેના પગ અને હાથ પકડીને તેની ઉપર બેસી ગઈ હતી.