ડીસામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 1200 કરોડના ખર્ચે પાઈપલાઈન પ્રોજેક્ટને આપી મંજુરી

1200 crore pipeline project approved in Disa: બનાસકાંઠાના ખેડૂતોનો પ્રાણપ્રશ્ન પાણીની સમસ્યા નિવારવા ભાજપ સરકાર પ્રયત્નશીલ છે. જળના સ્તર ઉંચા લાવવા ભૂગર્ભ જળ બચાવવા, વહી…

1200 crore pipeline project approved in Disa: બનાસકાંઠાના ખેડૂતોનો પ્રાણપ્રશ્ન પાણીની સમસ્યા નિવારવા ભાજપ સરકાર પ્રયત્નશીલ છે. જળના સ્તર ઉંચા લાવવા ભૂગર્ભ જળ બચાવવા, વહી જતા જળ રોકવા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત થરાદ, દિયોદર, ધાનેરાના ધારાસભ્યઓ જહેમત ઉઠાવી રહયા છે. કડાણાથી થરાદના રાહ પહોંચતી સુજલામ સુફલામ નહેરમાં રાહ સુધી 1000 ક્યુસેક પાણી(1200 crore pipeline project approved in Disa) પહોંચાડવાની કામગીરી પ્રગતિના પંથે છે. ત્યારે ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા પાણીના પ્રશ્નને પ્રધાન્યતા આપી ભગીરથ પ્રયાસો આદરાયેલ જેને સરકાર એ સિદ્ધાંતિક મજૂરી આપેલ છે.

જે સંદર્ભે ડીસાના ધારા સભ્ય પ્રવીણભાઈ માળી એ પત્રકાર પરિષદને સંબોધન કરી જણાવેલ કે. ચાંગા-દાંતીવાડા અને થરાદ-છીપુ પાઇપલાઇન નું કામ ચાલુ છે. ત્યારે વચ્ચેના પટ્ટા ના ગામોને સમાવવા અને સમસ્યાઓને સંકલન થકી નિવારવા પ્રયત્નશીલ મુખ્યમંત્રી ભુપેદ્રભાઈ પટેલ અને મંત્રી કુંવરજી બાવળીઆ એ દિયોદર તાલુકાના વડિયા ગામથી પશ્ચિમીભાગોના ગામોને નર્મદા કેનાલ કમાંડ એરિયામાં સમાવિષ્ટ કરી શકાય તેની પ્રક્રિયા હાથ ધરવા. અંદાજીત ૧૨૦૦ કરોડના ખર્ચે કામગીરીની સિદ્ધાંતિક મજૂરી આપેલ છે.

નર્મદાની મુખ્ય કેનાલ થી થરાદ,દિયોદર, ડીસા,ધાનેરાના૧૩૨ ગામો જોડાશે. વડીયાથી ડીસાના ઝેરડાના ગુલાબસાગર તળાવ સુધી પાઇપ લાઇન નાખી ત્રણ કિ. મી. સુધીની ત્રીજીયામાં આવતા તમામ તળાવો ભરવામાં આવશેબોર બનાવી રિચાર્જ કરવાની કામગીરી થશે.જેનાથી ખેડૂતો સમૃદ્ધ બનશે તેવો આશાવાદ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા વ્યક્ત કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *