શું તમને પણ વારંવાર આવે છે ગુસ્સો? તો ચેતીજાજો… બની શકો છો આ ગંભીર બીમારીનો શિકાર

Anger causes: બદલાતી જીવનશૈલીમાં તણાવ, ચિંતાની સાથે યુવાનોમાં ગુસ્સાની સમસ્યા પણ વધી રહી છે. જ્યારે તમે ગુસ્સે થાવ છો, તમારા મન પ્રમાણે કોઈ કામ કરવામાં આવતું નથી, તો સ્વાભાવિક છે કે તમને ગુસ્સો આવે. ગુસ્સો માનસિક, શારીરિક અને સામાજિક જીવનને બગાડે છે તેમજ હાર્ટ એટેક સહિત અનેક રોગોનું જોખમ વધારે છે. આ સિવાય પેટમાં અલ્સર, ગેસ્ટ્રિકની સમસ્યા પણ થઈ શકે છે. સાથે જ ક્રોધના કારણે મગજની રક્તવાહિનીઓમાં(Anger causes) લોહીનો પ્રવાહ પણ સંકોચાઈ જાય છે. પરંતુ વધુ પડતો ગુસ્સો કરવો એ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી.

ગુસ્સાથી આ બીમારીઓ થઈ શકે છે
એક રિસર્ચ અનુસાર, ગુસ્સે થયાના 2 કલાક પછી હાર્ટ એટેકનો ખતરો નોંધપાત્ર રીતે વધી જાય છે. કારણ કે આ ગુસ્સો જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ગુસ્સો શરીર અને મનમાં કેટલાક એવા ફેરફારો લાવે છે જે હાર્ટ એટેક અને સ્ટ્રોક, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

ક્રોધને લીધે બીજા ઘણા રોગો
માથાનો દુખાવો સમસ્યા

સોરાયસીસ, ખરજવું અને ત્વચા પર ફોલ્લીઓ જેવા ચામડીના રોગોનું જોખમ

ફેફસાના રોગ

ડાયાબિટીસ

કોઈપણ સર્જરી પછી ઘાવને રૂઝાવવામાં સમય લાગે છે.

કોરોનરી હૃદય રોગનું જોખમ

ગુસ્સાને કેવી રીતે નિયંત્રિત કરવો
જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે ઊંડો શ્વાસ લો

યોગ-વ્યાયામ કરો

જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે પાણી પીવો, તેનાથી તમારું મન શાંત થાય છે

ગુસ્સાનું કારણ બને તેવી વસ્તુઓથી અંતર રાખો

ઊંઘ ન આવવાથી ગુસ્સો પણ આવી શકે છે, તેથી પૂરતી ઊંઘ લો.

લો બ્લડ પ્રેશર પણ ગુસ્સાનું કારણ છે, તેથી હંમેશા હેલ્ધી ફૂડ ખાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *