AAP વિધાનસભા ઉમેદવારોની 12મી યાદી જાહેર- દહેગામથી નહીં લડે યુવરાજસિંહ જાડેજા, જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ

ગુજરાત(ગુજરાત): આમ આદમી પાર્ટી(AAP)એ અત્યાર સુધીમાં 11 યાદીઓ જાહેર કરી છે. જેમાં વિધાનસભા ઉમેદવાર(Assembly candidate)ની જાહેરાત કરવામાં આવ્યાં છે. આજે વધુ 7 વિધાનસભા ઉમેદવારોના નામ…

ગુજરાત(ગુજરાત): આમ આદમી પાર્ટી(AAP)એ અત્યાર સુધીમાં 11 યાદીઓ જાહેર કરી છે. જેમાં વિધાનસભા ઉમેદવાર(Assembly candidate)ની જાહેરાત કરવામાં આવ્યાં છે. આજે વધુ 7 વિધાનસભા ઉમેદવારોના નામ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Elections)ની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની દસમી યાદી જાહેર કરવામાં આવી હતી.

આજે યુવરાજસિંહ જાડેજાએ પ્રેસકોન્ફરન્સ દ્રારા નવા 7 ઉમેદવારોને જાહેર કર્યા છે.  AAP દ્રારા આ 12મી યાદી જાહેર કરવામાં આવી છે. AAP નેતા યુવરાજસિંહ જાડેજા વિધાનસભાની ચૂંટણી દહેગામ બેઠક પરથી જાહેર થયાં હતાં પરંતુ હાલ તેઓ વિધાનસભા ચુંટણી નહીં લડે. પરંતુ હવે યુવરાજસિંહ જાડેજાને 7 વિધાનસભાની જવાબદારી સોંપાઈ છે. ત્યારે આ મુદ્દે પ્રેસકોન્ફરન્સમાં યુવરાજસિંહે નિવેદન આપતા કહ્યું કે, ‘પાર્ટીનો નિર્ણય સર્વોપરી.’

12મી યાદીમાં જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ?
અંજાર વિધાનસભાથી અર્જનભાઈ રબારીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. ચાણસ્મા વિધાનસભાથી સામાજિક કાર્યકર અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વિષ્ણુભાઈ પટેલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. દહેગામ વિધાનસભાથી સુહાગભાઈ પંચાલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. જે પોતે સરપંચ છે, સામાજિક કાર્યકર છે અને સરપંચ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. લીમડી વિધાનસભાથી મયુરભાઈ સાકરીયાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. ફતેપુરા વિધાનસભાથી ગોવિંદભાઈ પરમારને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. સયાજીગંજ વિધાનસભાથી સ્વેજલ વ્યાસને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. ઝઘડિયા વિધાનસભાથી ઉર્મિલા ભગતને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.

ગઇકાલે આમ આદમી પાર્ટીએ 12 નામોની 11મી યાદી જાહેર કરી હતી
ગઇકાલે AAP નેતા ગોપાલ ઈટાલિયા દ્રારા 12 નામોની 11મી યાદી જાહેર કરવામાં આવી હતી. 11મી યાદીમાં પાર્ટીએ ગાંધીધામ, દાંતા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર, મોડાસા, રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ, કુતિયાણા, બોટાદ, ઓલપાડ અને વરાછા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

જેમાં વરાછા બેઠક પરથી પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

11મી યાદીમાં કોને ક્યાંથી અપાઈ ટિકિટ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *