ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાશે- હવામાન વિભાગની ગરમીને લઈને મોટી આગાહી, કામ વગર ઘર બહાર ન નીકળતા

Gujarat Heat wave forecast: રાજ્યમાં આજથી પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં કોર્પોરેશન દ્વારા ઓરેન્જ એલર્ટ (Orange Alert in…

Gujarat Heat wave forecast: રાજ્યમાં આજથી પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં કોર્પોરેશન દ્વારા ઓરેન્જ એલર્ટ (Orange Alert in Gujarat) જાહેર કરવામાં આવ્યું છે. સાથે નાગરિકોએ કેવી કાળજી રાખવી એની એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે.

કાળઝાળ ગરમીનો પ્રકોપ:

મહત્વનું છે કે, ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં મંગળવારે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 44 ડિગ્રી નોંધાયું હતુ. જયારે રાજ્યના અન્ય 13 શહેરો એવા હતા કે જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયો હતો અને પાટણ, પંચમહાલ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો રાજકોટ અને છોટાઉદેપુરમાં તાપમાન 42.5 ડિગ્રીથી વધુ નોંધાયું હતુ.

Orange alert in Gujarat હજુ પાંચ દિવસ ગરમીની આગાહી:

જો વાત કરવામાં આવે તો આગામી પાંચ દિવસ ગુજરાતની પ્રજાને અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે. રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી જોવા મળશે. ગુજરાતના તમામ ભાગોમાં પાંચ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે. ત્યારે અમદાવાદમાં ગરમીને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઘરની બહાર ન નીકળવા હવામાન વિભાગની અપીલ:

આગામી પાંચ દિવસે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે, અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે. સાથે જ ઉત્તર પશ્ચિમી પવનોના કારણે તાપમાનમાં વધારો થશે. તો ગરમીને લઇ હવામાન વિભાગ દ્વારા લોકોને બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *