પાલનપુરમાં 12મા ધોરણના વિદ્યાર્થીનું હાર્ટએટેક આવતાં મોત- એકનો એક દિકરો ગુમાવતાં માતાપિતાનું હૈયાફાટ રુદન

Heart Attack: રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થતો જોવા મળી રહ્યો છે.નાની વયના લોકોના હ્રદય અચાનક બંધ થવાના કારણે તે મોતને ભેટે છે.ત્યારે આજે…

Heart Attack: રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થતો જોવા મળી રહ્યો છે.નાની વયના લોકોના હ્રદય અચાનક બંધ થવાના કારણે તે મોતને ભેટે છે.ત્યારે આજે ફરી એકવાર હાર્ટફેલની વધુ એક ઘટના બનાસકાંઠામાંથી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે બનાસકાંઠાના પાલનપુરના બદરપુરા ગામના કાણોદરની એસ કે એમ હાઈસ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટએટેક( Heart Attack ) આવતા મોત નિપજ્યું છે.પરિવારમાં એકનો એક પુત્ર મુત્યું પામતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.

સવારે યુવક ઉઠ્યો જ નહીં
પાલનપુર વિસ્તારમાં વધુ એક ઘટનામાં કિશોરે હાર્ટએટેકને લઈ જીવ ગુમાવ્યો છે. કિશોર રોહિત ગૌતમભાઈ ડાભી કાણોદરની હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. રાત્રી દરમિયાન ઘરે સુઈ રહેવા દરમિયાન જ રોહિતને હાર્ટએટેક આવ્યો હતો. સવારે તે શાળાએ જવા માટે ઉઠ્યો જ નહીં અને તેને પાલનપુર સારવાર માટે ખસેડાયો હતો.જોકે તબિબોએ રોહિતનું રાત્રે જ ઉંઘમાં હાર્ટએટેકના કારણે મોત નિપજ્યુ હોવાનું જણાવ્યુ હતુ. પરિવારનો એકના એક દિકરો મોતને ભેટવાને પગલે આભ ફાટ્યાની સ્થિતિ પરિવાર પર સર્જાઈ હતી. આ પહેલા પણ યુવાન અને કિશોર વયે જીવ હાર્ટએટેકથી ગુમાવવાની ઘટના પાલનપુર અને બનાસકાંઠામાં નોંધાઈ છે. ત્યાં વધુ એક ઘટનાને લઈ ચિંતાનો માહોલ છવાયો છે.

નાની વયે વ્હાલસોયાનું મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો
નાની વયે વ્હાલસોયાનું મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો. ગત મહિને રાજકોટમાં એક 22 વર્ષીય ડૉક્ટરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યુ હતું. જેને લઈ મૃતક તબીબના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. રાજ્યમાં યુવાનોના હાર્ટફેલથી થતા આકાળે મોતથી આરોગ્ય તંત્ર પણ ચિંતિત છે. નિષ્ણાતોના મતે કોવિડ 19 પછી હૃદય રોગનું જોખમ અનેકગણું વધી ગયું છે.

ગુજરાતમાં દરરોજ હાર્ટએટેકની ઘટનાઓ સામે આવ્યા કરે છે.હજુ થોડા દિવસ અગાઉ જ સુરત,રાજકોટ,બોટાદ એમ મળી ગુજરાતમાં કુલ પાંચ લોકોના હ્રદય બંધ થયા છે.જે એક ચિંતાનો વિષય બન્યો છે.