મધ્યપ્રદેશ/ મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 13 લોકો જીવતા બળીને ખાખ

Guna Bus Fire Accident: મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં બુધવારે સાંજે મુસાફરોથી ભરેલી બસમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં ઘણા લોકો જીવતા સળગી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.ત્યારે મળતી વિગતો મુજબ આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. દુહાઈ મંદિર પાસે આ અકસ્માત( Guna Bus Fire Accident ) થયો હતો. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી મોહન યાદવે મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે.

મધ્યપ્રદેશના ગુનામાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રાત્રે લગભગ 9 વાગ્યે ડમ્પર અને બસ વચ્ચે જોરદાર અકસ્માતની ઘટના બની હતી. જેના કારણે બસમાં આગ લાગી હતી. આ દરમિયાન 12 મુસાફરો જીવતા સળગી ગયા હતા. આ મુસાફરોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.તો લોકોને અકસ્માત સ્થળેથી જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બાકીનાને નાની મોટી ઈજાઓ થઈ છે. તેમની હાલત સ્થિર છે. અને એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગમાં 15 લોકો દાઝી ગયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આ અકસ્માતમાં 13 મુસાફરોના મોત થયા છે.બસમાં લગભગ 40 મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને આસપાસના લોકોની મદદ અર્થે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય હાથ ધર્યું હતુ.

અકસ્માતની તપાસના આદેશો
સીએમએ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે ઘટનાના તમામ મુદ્દા પર તપાસ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓને આવા અકસ્માતો ફરી ન બને તેની તકેદારી રાખવા સૂચના આપી છે. આ ઉપરાંત એવી માહિતી પણ સામે આવી છે કે અકસ્માતનું કારણ બસની ફિટનેસ હતી. એટલે કે બસની હાલત ખૂબ જ ખરાબ હતી, પરંતુ તેમ છતાં તેમાં મુસાફરોની અવરજવર કરવામાં આવી રહી હતી.

દરેક મૃતકને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત
મુખ્યમંત્રીએ જિલ્લા પ્રશાસનને બસ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે તેમણે જિલ્લા પ્રશાસનને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *