BIG BREAKING: હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં 14માંથી 13 લોકોના મોત- CDS બિપિન રાવતની હાલત ગંભીર

તામિલનાડુ(Tamil Nadu)ના નીલગીરી જિલ્લાના કુન્નુર(Coonoor) માં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ(Army helicopter crashes) થયું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત(Bipin Rawat) સહિત સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓ હેલિકોપ્ટરમાં સવાર હતા અને એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.

ત્યારે આ દુર્ઘટનામાં 14 લોકોમાંથી 13 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, તમિલનાડુમાં મિલિટરી હેલિકોપ્ટર ક્રેશમાં સામેલ 14માંથી 13 જવાનોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ડીએનએ પરીક્ષણ દ્વારા મૃતદેહોની ઓળખની પુષ્ટિ થશે. આ પ્રકારની માહિતી સૂત્રો દ્વારા મળી છે.

એરફોર્સે તપાસના આદેશ આપ્યા છે:
ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યું કે, ‘ભારતીય વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂર પાસે ક્રેશ થયું, જેમાં CDS જનરલ બિપિન રાવત સવાર હતા. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા:
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા અને તેમાં એક વરિષ્ઠ અધિકારી શામેલ હતા. દુર્ઘટના બાદ ત્રણ લોકોને બચાવી લેવાયા છે અને હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. હાલમાં લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે, જો કે હજુ સુધી સેના દ્વારા એ માહિતી આપવામાં આવી નથી કે કયા લોકોને બચાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *