Gas Geyser Blast: ગુજરાતભરમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે અનેક ગુજરાતીઓ ઘરમાં પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ કરતા હોય છે. આજે ગીઝર વાપરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાલનપુરમાં 14 વર્ષની કિશોરીનું બાથરૂમમાં (Gas Geyser Blast) મુકેલા ગીઝરના ગેસથી ગૂંગળાઈ જતા મોત નીપજ્યું છે. હાલ સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ગીઝર વાપરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો
પાલનપુર – આબુ હાઇવે નજીક આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીના મકાનમાં બુધવારે સવારે બાથરૂમમાં ન્હાવા ગયેલી કિશોરીનું ગીઝરના ગેસથી ગૂંગળાઇ જવાથી મોત થયું હતુ.15 મિનિટ સુધી બાથરૂમમાંથી કોઇ અવાજ ન આવતાં કે પુત્રી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો.જે ન ખોલતાં મકાન પાછળ જઇ કાચની ઝાળીમાંથી જોતા તેણી ફર્સ ઉપર પડેલી હતી.આથી પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.જ્યાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.
ગીઝરના ગેસથી ગૂંગળાઈ જતા મોત
તિરૂપતિ રાજનગર સોસાયટીમાં રહેતા મૂળ વડગામના વેસાના દુષ્યંતભાઇ વ્યાસ બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.તેમના ત્રણ સંતાનો વિશ્વા અને દક્ષ પૈકી વચેટ દીકરી દુર્વા (13) બુધવારે સવારે 11.30 કલાકની આસપાસના સમયે તેમના મકાનના બાથરૂમમાં ન્હાવા માટે ગઇ હતી. જે બાથરૂમમાં ગયા પછી 15 મિનીટ સુધી કોઇ અવાજ આવ્યો ન હતો. કે તેણી બહાર પણ ન નીકળતાં તેણીની માતા મિતલબેને દરવાજો ખખડાવ્યો હતો.
જોકે, તે ન ખોલતાં મકાન પાછળ ગયા હતા. જ્યાં બાથરૂમની કાચવાળી ઝાળીમાંથી અંદર જોતા દુર્વા ફર્સ ઉપર પડી હતી. આથી પરિવારજનો એકત્ર થઇ ગયા હતા. અને બાથરૂમમાં દરવાજો તોડી દુર્વાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં મોત થયું હોવાનું તબીબે જણાવ્યું હતુ.
આ અગાઉ પણ ગેસ ગિઝરનો કિસ્સો સામે આવ્યો હતો
હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. રવિવારના રોજ કર્ણાટકમાંથી પણ આવો જ એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રામનગર જિલ્લાના મગડી ખાતે 40 વર્ષીય મહિલા અને તેના 17 વર્ષના પુત્રનું તેમના ઘરમાં ગેસ ગીઝર લીક થવાને કારણે મોત થયું હતુ. નોંધનીય છે કે, ગીઝરમાંથી કાર્બન મોનોક્સાઇડ નામનો ગેસ લીક થવાને કારણે મૃત્યુ થયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App