રીક્ષામાં જઈ રહેલા બ્રાહ્મણ પરિવારને નડ્યો અકસ્માત, બાળકનું માથું ધડથી અલગ થઇ જતા માતા અને પુત્રનું અવસાન

શુક્રવારે રાત્રે દિલ્હીના(Delhi) હઝરત નિઝામુદ્દીન વિસ્તારમાં(Hazrat Nizamuddin area) બારાપુલા ફ્લાયઓવર(Barapula flyover) પર એક બેકાબૂ કારે(car) એક ઓટોને ટક્કર માર્યા બાદ આગળ જઈ રહેલી કેબ સાથે અથડાઈ હતી.

અકસ્માત (Accident) એટલો ગંભીર હતો કે ઓટો(Auto) ફગાવાઈ ગઈ હતી અને અંદર બેઠેલા મુસાફરો પણ દુર જઈને પડ્યા હતા. આ દરમિયાન 13 વર્ષના કિશોરનું માથું ધડથી જ અલગ થઈ ગયું હતું. જ્યારે માતા, પિતા, ભાઈ અને ઓટો ચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી AIIMS ટ્રોમા સેન્ટરમાં લઈ ગઈ.

પોલીસના જણાવ્યા અનુસાર, જનક જનાર્દન ભટ્ટ મૂળ પિથોરાગઢ (ઉત્તરાખંડ)ના ગામ ઘુનવારાના રહેવાસી છે, તે પરિવાર સાથે E-616, પશ્ચિમ વિનોદ નગર ખાતે રહે છે. તેમની પત્ની ગીતા અને તેમને બે પુત્રો કાર્તિક અને આયુષ હતા. જનક નોઈડામાં એક મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરે છે. તેમના મોટા ભાઈ મુકેશ ભટ્ટ તેમના પરિવાર સાથે દક્ષિણ દિલ્હીના સાકેત વિસ્તારમાં રહે છે. ગુરુવારે હોળીના અવસરે જનક તેના આખા પરિવાર સાથે મોટા ભાઈ મુકેશના ઘરે ગયા હતા.

હોળીની ઉજવણી કર્યા બાદ શુક્રવારે રાત્રે લગભગ 8.30 વાગે જનક તેના પરિવાર સાથે ઓટોમાં પશ્ચિમ વિનોદ નગર જવા નીકળ્યા હતા. આ ઓટો હઝરાનીનો રહેવાસી વકાર ચલાવી રહ્યો હતો. પરિવાર બારાપુલા થઈને કાલેખાન તરફ જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી કારે ફ્લાયઓવર પર ઓટોને ટક્કર મારી હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આયુષ જે ઓટોમાં તેના માતા-પિતા સાથે બેઠો હતો, તે આગળ જઈ રહેલી સ્વિફ્ટ ડીઝાયર કેબ અને આરોપીની કાર વચ્ચે આવ્યો, જેના કારણે તેની ગરદન કપાઈ ગઈ હતી. તે જ સમયે પરિવારના અન્ય સભ્યો પણ અહીં-તહીં પડ્યા હતા.

આરોપી તેની કાર છોડીને તેના મિત્રો સાથે સ્થળ પરથી ભાગી ગયો હતો. આ દરમિયાન બારાપુલા ફ્લાયઓવર પર જામ થઈ ગયો હતો. આ ભયાનક દ્રશ્યો જોઇને લોકોના રુવાડા ઉભા થઈ ગયા હતા. બાદમાં ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આયુષ ઉર્ફે કરણ (13)ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે તેની માતા ગીતા ભટ્ટ (38)નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આયુષના પિતા જનાર્દન ભટ્ટ (47), તેના ભાઈ કાર્તિક (19) અને ઓટો ડ્રાઈવર વકાર આલમ (25)ની સારવાર ચાલી રહી છે. પોલીસે શનિવારે સવારે આરોપી કાર ડ્રાઈવર મુકુલ તોમરની નોઈડા સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી હતી. હઝરત નિઝામુદ્દીન પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

પરિવારે હોળીની ખૂબ જ મજા કરી હતી:
એક જ પરિવારના બે સભ્યોના મોતને કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાય ગયું છે. પરિવારજનોએ જણાવ્યું કે શુક્રવારે કાર્તિક અને આયુષે દિવસ દરમિયાન ઘણી મસ્તી કરી હતી. સાંજે માતા-પિતાએ ઘરે જવાનું કહેતાં બંને નાનીના ઘરેથી આવવા તૈયાર ન હતા.

પરીક્ષાની વાત કરીને માતા-પિતા તેને બળજબરીથી લઈ આવ્યા હતા, પણ ભગવાનને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. આટલું કહીને આયુષના કાકાની દીકરી નિકિતા રડવા લાગી. તેણે કહ્યું કે આયુષ પૂર્વ દિલ્હીની એક શાળામાં ધોરણ પાંચમાં ભણતો હતો, જ્યારે કાર્તિક બારમા ધોરણનું પેપર આપવા માટે તૈયારી કરી રહ્યો હતો.

પડોશીઓ માનતા ન હતા:
લગભગ આઠ વર્ષથી જનક વેસ્ટ વિનોદ નગરમાં બીજા માળે ભાડે મકાનમાં રહે છે. શુક્રવારે તેની સાથે થયેલા અકસ્માત વિશે તેના પડોશીઓને પણ ખબર ન હતી. શનિવારે જ્યારે મીડિયા તેના ઘરને શોધીને ઘરે પહોંચ્યું તો પાડોશીઓને ખબર પડી.

દીક્ષા નામની યુવતીએ જણાવ્યું કે આયુષ તેની પાસે ટ્યુશન માટે આવતો હતો. આ પરિવાર અત્યંત મૈત્રીપૂર્ણ હતો. જ્યારે પાડોશીઓને ગીતા અને તેના પુત્રના મોતની ખબર પડી તો તેઓ વિશ્વાસ કરી શક્યા નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *