હરિની ‘ગાદી પ્રસાદ’ માં મેળવવાની બબાલ વધી, પ્રેમસ્વરૂપનું નવું કરતૂત, પૂનમના દર્શને આવેલા ભક્તોને મંદિરમાં પ્રવેશવા ન દીધા

સોખડા સંપ્રદાયના ગુરુ હરિ પ્રસાદ ના નિધન બાદ ગાદી મેળવવા બે જૂથમાં સતત વિવાદ ચાલી રહ્યો છે. આ મંદિરના બે જૂથ પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ…

સોખડા સંપ્રદાયના ગુરુ હરિ પ્રસાદ ના નિધન બાદ ગાદી મેળવવા બે જૂથમાં સતત વિવાદ ચાલી રહ્યો છે. આ મંદિરના બે જૂથ પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે સતત વિવાદ ચાલી રહ્યો છે. આ બંને સાધુઓને ગ્રુપ એક બીજાઓ ને મારી નાખવા સુધીના પ્રયાસ કરી રહ્યા હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

ત્યારે હવે આ વિવાદમાં વધુ એક પાનું જોડાઈ ગયું છે. હોળીના દિવસે દર્શન કરવા આવેલા હરિભક્તોને સોખડા મંદિર માં પ્રવેશવા ન દઈ ને મંદિરના દરવાજા બંધ રાખવામાં આવતા, મંદિરના દરવાજે હરિભક્તો રડી પડ્યા હતા. પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ સ્વામીના જૂથો દ્વારા ગાદી મેળવવાની રેસમાં હરિભક્તો હેરાન થઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે 19 માર્ચના રોજ હરિધામ સોખડા માં એક મિટિંગ બોલાવવામાં આવી હતી અને આ મિટિંગમાં પ્રેમ સ્વરૂપ જૂથના માણસોને પ્રાધાન્ય આપવામાં આવ્યુ હતું. પાંચ કલાક સુધી ચાલેલી આ મીટિંગમાં પ્રબોધ સ્વામી જૂથના લોકોને સતાપર કાપ મૂકવા નો પ્રયાસ કર્યો હોવાનો આરોપ પ્રબોધ સ્વામી ગ્રૂપના લોકોએ કર્યો હતો.

હરિધામ સોખડાના દ્વારા હરિભક્તો માટે બંધ રખાયા હતા. જ્યારે પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથ દ્વારા રંગોત્સવની ઉજવણીનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં સંતો એકબીજાને રંગ લગાવતા હતા. જ્યારે બેક ગ્રાઉન્ડમાં બોલો તારા રારા… ગીત વાગતું હતું.

હોળી ધુળેટીના દિવસે હરિધામ સોખડાના હરિભક્ત માટે દરવાજા બંધ કરીને બંધબારણે ફિલ્મી ગીતો સાથે પ્રેમ સ્વરૂપ સ્વામી ના જુથ દ્વારા રંગોત્સવ મનાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં બોલિવૂડ ના ગીત વાગી રહ્યા હતા. ફિલ્મી ગીતો પર હોળી ધૂળેટી રમીને પ્રેમ સ્વરૂપ સ્વામી ના અનુયાયીઓએ બોલો તારા રારા સોંગ પર ડાન્સ પણ કર્યો હતો.

રાજકારણનું અડ્ડો બનેલું સોખડા મંદિર તેના અવસાન પામેલા હરિપ્રસાદ સમયથી વિવાદમાં રહેલું છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ અને પ્રબોધ સ્વામી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ગાદીપતિ તરીકે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી બંને દાવો કરી રહ્યા છે. પરંતુ હજી સુધી હરિભક્તો કે સંતો તેના નવા ગુરુ કોણ છે તે નક્કી કરવામાં કલેકટર ઓફિસ અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *