ગેસનો બાટલો ફાટતા ત્રણ બાળકો, 10 મહિલાઓ સહીત 14 લોકોના દર્દનાક મોત – ‘ઓમ શાંતિ’

ભીષણ આગ લાગવાને એક સાથે 14 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેને કારણે ચારેય બાજુ હાહાકાર મચી જવા પામ્યો છે. જો વાત કરવામાં આવે તો ઝારખંડ(Jharkhand)ના ધનબાદ(Dhanbad)ના આશીર્વાદ એપાર્ટમેન્ટમાં મંગળવારે સાંજે ભીષણ આગ(fire) લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના દર્દનાક મોત(14 people died) થયા છે. આ સિવાય બે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગનું કારણ ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

દુર્ઘટનાની માહિતી આપતાં મુખ્યમંત્રી હેમંત સોરને ટ્વીટ કર્યું કે, ધનબાદના આશીર્વાદ ટાવર એપાર્ટમેન્ટમાં લાગેલી આગને કારણે લોકોના મોત અત્યંત દુઃખદાયક છે. જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર આપવામાં આવી રહી છે. હું જાતે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યો છું.

આગ લાગવાને કારણે એપાર્ટમેન્ટમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ જીવ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આગ તેમના પર કાળ બનીને તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિ, ત્રણ બાળકો અને દસ મહિલાઓએ જીવ ગુમાવ્યા છે. દુર્ઘટનામાં 18 ઘાયલોને પાટિલપુત્રા નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે અને 14 મૃતદેહોને SNMCHમાં મોકલવામાં આવ્યા છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે જે એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી તે એપાર્ટમેન્ટમાં રહેતા સુબોધ શ્રીવાસ્તવની પુત્રીના લગ્ન હતા. લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે બહારગામથી પણ લોકો આવ્યા હતા. કોડરમાથી જાન આવવાની હતી. પરિવાર સહિત એપાર્ટમેન્ટના લોકો લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા.

આ દરમિયાન નીચેના માળે રહેતા પંકજ અગ્રવાલના ઘરની કાર્પેટ પર સળગતો દીવો પડ્યો હતો. થોડી જ વારમાં કાર્પેટમાં આગ લાગી. આગ સતત ભભૂકી રહી હતી અને થોડી જ વારમાં તેણે ઉપરના માળને પણ લપેટમાં લીધું હતું. આગ લાગતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ તેમના પર તૂટી પડી હતી.

તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા થોડે દૂર આવેલી હઝરા હોસ્પિટલમાં આગને કારણે શ્વાસ રૂંધાવાથી ડૉક્ટર દંપતી સહિત પાંચ લોકોના મોત થયા હતા. હવે આ દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં હજારીબાગની રહેવાસી 52 વર્ષીય સુશીલા દેવી, ચાર વર્ષની તન્નુ કુમારી આવ્યા હતા. તન્નુના કાકા અશોકે જણાવ્યું કે તે લગ્ન સમારોહમાં હાજરી આપવા આવ્યો હતો. આ દુર્ઘટનાએ મારો પરિવાર બરબાદ કરી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *