ભારતીય બસ કાઠમંડુ જતા સમયે નદીમાં ખાબકતાં 14 લોકોને ભરખી ગયો કાળ; 40 લોકો સવાર હતા

Nepal Bus Accident: નેપાળના તનહૂં જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં એક ભારતીય મુસાફરોને લઇ જઇ રહેલી બસ માર્સ્યાંગદી નદીમાં ખાબકી ગઇ છે. નેપાળ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. ડીએસપી દીપુકમાર રાયે જાણકારી આપી હતી કે યૂપી એફટી 7623 નંબર પ્લેટવાળી(Nepal Bus Accident) બસ નદીમાં ખાબકી ગઇ છે અને હવે નદીના કિનારે પડી છે.જેથી સ્થાનિક પ્રશાસન દ્વારા તત્કાળ બચાવ કાર્ય ચાલુ કરાયુ છે. જેમાં 14 ભારતીયના મોતની પુષ્ટિ થઇ છે જ્યારે 16 મુસાફરને બચાવાયા છે.

14 લોકોના મોત, 16 ઘાયલ
દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીમાં 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યાકે 16 લોકો ઘાયલ થયા છે. આ બસ પોખરાના માઝેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઈને કાઠમંડુ જવા રવાના થઈ હતી. અકસ્માત સમયે બસમાં ભારતીય મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.

બચાવ કામગીરી તેજ
સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલ્યા. પ્રાથમિક અહેવાલો અનુસાર બસ નદીમાં પડવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રએ તમામ જરૂરી પગલાં લીધા છે અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી છે.

ઉત્તર પ્રદેશના રાહત કમિશનરે નિવેદન બહાર પાડ્યું
દરમિયાન, ઉત્તર પ્રદેશના રાહત કમિશનરે કહ્યું કે નેપાળની ઘટના અંગે, અમે એ જાણવા માટે સંપર્ક સ્થાપિત કરી રહ્યા છીએ કે બસમાં ઉત્તર પ્રદેશનો કોઈ વ્યક્તિ હતો કે કેમ. ઘટના અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

જુલાઈમાં નદીમાં બે બસ ધોવાઈ ગઈ હતી
આ વર્ષની શરૂઆતમાં નેપાળની ત્રિશૂલી નદીમાં બે બસમાં મુસાફરી કરી રહેલા 65 લોકો વહી ગયા હતા. ત્યારબાદ કાઠમંડુ જતી એન્જલ બસ અને ગણપતિ ડીલક્સ બસ અકસ્માતનો ભોગ બની હતી. બસ કાઠમંડુથી રૌતહાટ જઈ રહી હતી. વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે આ ઘટના બની હતી.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:  Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
  • એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App  આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App