એવી તો શું આપત્તિ આવી પડી કે, સુરતમાં 14 વર્ષીય યુવકે 9માં માળેથી કૂદીને કરી લીધો આપઘાત

14-year-old Ayaan dies in Surat: આપઘાતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વધુ એક આપઘાતની ઘટના ગુજરાતના સુરત શહેર માંથી સામે આવી છે. સિટીલાઈટના હીરાવેપારીના 14 વર્ષીય પુત્રએ સોમવારે સાંજે નવમાં માળેથી બાલ્કની માંથી પડતું મુકીને પોતાનું જીવન ટુકાવી લીધું હતું. 9માં માળેથી બાલ્કનીમાંથી પડતા બાળકને ગંભીર રીતે ઈજાઓ થઇ હતી.

ત્યારબાદ તેને સારવાર માટે તરતજ હોસ્પિટલમાં ખસેડા આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં તબીબ તેને બચાવી શક્યા ન હતા. પોલીસને ઘટનાની જાણ થતા તરતજ ઘટનાની ગંભીરતા સમજીને ઘટના સ્થળે આવી ગયા હતા, પરંતુ પોલીસ આપઘાતનું કારણ જાણી ન શકતા રહસ્ય ઘેરાયું છે.

મળતી માહિતી અનુસાર, શહેરમાં જાણીતા હીરાવેપારી જીગર વિદાણીતેના 14 વર્ષીય પુત્ર અયાન તેમજ પિતા ચંદ્રકાંત સંઘવી સાથે પરિવાર સાથે સિટીલાઈટ ખાતે ક્રિશ એન્ક્લેવમાં 9માં માળે વસવાટ કરે છે. હાલમાં અયાન ધોરણ 9માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો હતો. સોમવારે સાંજે અયાન ટ્યુશનેથી ઘરે આવ્યો હતો. તેના પિતા જીગરભાઈ તેમની કાર રિપેરીંગ કરાવવા ગયા હતા અને ઘરે કોઈ હાજર ન હતું.

14 વર્ષીય પુત્ર અયાન ઘરે એકલો હોવાથી 9મા માળની બાલ્કનીમાંથી પડતું મુકીને જીવન ટુંકાવ્યું હતું. નીચે પટકાતા અયાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને પગલે અયાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબોએ અયાનને બચાવવાના અથાગ પ્રયાસો કર્યા હતા. પરંતુ તબીબો બચાવી શક્યા ન હતા. અયાનના આપઘાતનું કારણ ઉમરા પોલીસને જાણવા ન મળતા રહસ્ય વધુ ઘેરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *