ભાવનગર: ડોક્ટરનાં વેશમાં આવેલા શખ્સે કોરોના પોઝિટીવ બાળક સાથે કર્યું એવું કે માનવતા થઈ શર્મસાર

હાલમાં આખું રાજ્ય કોરોના મહામારીની સામે લડી રહ્યું છે. એવામાં કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ અને બાળકોની માટે  રાજ્ય સરકાર દ્વારા કોવિડ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને આ હોસ્ટેલોમાં બાળકોને એકલાં જ રાખવામાં આવે છે. પરંતુ ભાવનગરમાં એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, કે જેમાં સમરસ હોસ્ટેલમાં બાળકોની સુરક્ષાને લઈને પ્રશ્ન ઉઠ્યા છે.

ભાવનગરમાં આવેલ સમરસ હોસ્ટેલમાં ડોક્ટરનાં વેશમાં આવેલ એક શખ્સે ફક્ત 14 વર્ષનાં કોરોના પોઝિટીવ બાળકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયત્ન કરતાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે પણ કાર્યવાહી ધમધમાટ શરૂ કર્યો છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, ભાવનગરમાં ગર્લ્સ સમરસ હોસ્ટેલના એક રૂમમાં ગઈકાલે એટલે કે 4 જુલાઇના રોજ એક કોરોના પોઝિટિવ સગીર કિશોરની સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મહિલા અને તેમનું બાળક એમ બંને સુરતથી ભાવનગર આવ્યા હતા. ત્યારપછી તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જ તેઓને સર.ટી.હોસ્પિટલના કેન્સર વિભાગમાં કાર્યરત એક કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

જો કે, ફક્ત 14 વર્ષનાં પુત્રને 70% જેટલી  રિકવરી આવતા તરત જ તેને ત્યાંથી ખસેડીને ગર્લ્સ સમરસ હોસ્ટેલના એક રૂમમાં રાખવામાં આવ્યો હતો. બાળક રૂમમાં એકલો જ રહેતો હતો, એ સમયે ડોક્ટરનાં વેશમાં અને માસ્ક પહેરીને આવેલાં એક શખ્સે સારવાર કરવાના બહાને બાળકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો પ્રયત્ન કર્યો હતો. અને શખ્સે બાળકને ધમકાવીને આ બાબતની કોઈને પણ ન કહેવા અંગે જણાવ્યું હતું. પરંતુ આ બાબતે બાળકે તેની માતાને સમગ્ર હકીકત જણાવી દીધી હતી.

માતાએ આ બાબતે પોલીસ કંટ્રોલમાં 2 દિવસ સુધી ફોન કર્યો હતો. પરંતુ કોઈએ ફોન ન ઉપાડતાં માતાએ વકીલની મદળ લઇને પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. તો, આ મામલે પોલીસની કામગીરી પર પ્રશ્ન ઉઠી રહ્યા છે. આટલી ગંભીર ઘટનામાં પણ પોલીસનો ફોન ન લાગવો અને ફરિયાદને માટે વકીલની મદદ લેવી પડી. આ બાબતે બાળકની માતાએ આરોગ્યમંત્રી, મુખ્યમંત્રી સહિત ઘણાં લોકોની પાસે આ બનાવ અંગે ન્યાયની માંગણી કરી છે.

સુરતના કતારગામમાં રહેતો સગીર તેમના માતાની સાથે ગત તા.1જુલાઈના રોજ તેમના નાનાબાપુ પાસે રાજપરા ભાલ ખાતે આંટો મારવા આવ્યા હતા. એ દરમિયાન રસ્તામા તેની તથા તેમના માતાની તબીયત બગડતા જ તેમના નાના બાપુને જાણ કરેલ હતી અને તેઓ ભાવનગર પહોંચીને ભાવનગરની સર.ટી. હોસ્પીટલ ખાતે ટેસ્ટ કરાવતા જ તેમની માતાને અને પુત્ર એમ બંનેને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા જ તેમને સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા.

જ્યાં 1 દિવસ પછી તેમની માતાની તબિયત બગડતા તેમની માતાને પણ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સગીરને સમરસ હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા સગીરને ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ નંબર 106માં રાખવામાં આવ્યો હતો. અને તેમના બાપુને પણ બોયઝ હોસ્ટેલ-6માં કોરોન્ટાઇન કરવામાં આવ્યાં હતા.

આ ઘટના પછી સમરસ હોસ્ટેલના તબીબો અને કર્મચારીઓએ એવા સુર વ્યકત કર્યો છે, કે રૂમમા એક અજાણ્યા શખ્સે ડોકટર જેવા જ કપડા પહેરીને આવેલ અને સારવારને બહાને સગીરને ઉંધા સુવડાવીને તેનુ પેન્ટ કાઢીને પોતે પણ પેન્ટ કાઢીને તેના ઉપર પોતાનું લીંગ મુકીને તે બાળકનાં અડપલા કર્યા હતા.

આ બાબતે કોઇને કઈપણ ન કહેવા અને તારે જે જોઇએ તે મને કહેજે તેમ કહીને અજાણી વ્યક્તિ જતી રહી હતી. પછી આ બાબતે તેણે તેના માતાને જાણ કરતા જ તેની માતાએ જિલ્લા પોલીસવડાને રજુઆત કરતા તેઓએ ફરિયાદ લેવાની પણ ના પાડી દીધી હતી અને મહિલા સાથે પણ સરખો વ્યવહાર કર્યો નહોતો.

અંતે એ.ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવામાં આવી હતી. આ ઘટના પછી સમરસ હોસ્ટેલના તબીબો અને કર્મચારીઓએ એવો સુર વ્યકત કર્યો છે, કે પોલીસે આરોપીને પકડવો જ જોઇએ. એવી તબીબોએ લાગણી વ્યકત કરી છે. સમરસ હોસ્ટેલમાં બહારની વ્યકિતને પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારે આવુ ખરાબ કૃત્ય કરનાર અંદરનો જ કોઈ વ્યક્તિ હોઇ શકે. જેને પોલીસ શોધી કાઢે અને કડક પગલાં લે તેવી સમરસ હોસ્ટેલના તબીબોએ લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું છે.

ઘટનામાં ફક્ત અડપલા કર્યા હોવાંનુ સગીરે ફરિયાદમા જણાવ્યું છે. પોલીસે તાત્કાલીક ધોરણે જ ફરિયાદ દાખલ કરી છે, અને તપાસની શરૂઆત કરી દીધી છે. હોસ્ટેલનાં કર્મચારીઓની પુછપરછ ચાલુ છે, ત્યારે સમરસ હોસ્ટેલના કુલ 6-7 કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *