હાલમાં એક ખાનગી હોસ્પિટલમાં પેટના દુ:ખાવાની સારવાર માટે આવેલ સગીરા સાડા સાત માસની ગર્ભવતી નીકળતા તેના વાલીઓના પગ તળેની જમીન ખસી ગઈ હતી. બાદમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની મળતી માહિતી મુજબ સોળ વર્ષની સગીરા ઉપર 8 માસ પહેલા તેના જ ગામના સાહિલ કરીમભાઈ મલેક સિપાઈ વાળા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેના કારણે સગીરા ગર્ભવતી થઇ ગઈ હતી.
ધાક ધમકી અને શારીરિક શોષણને લઈ સગીરા ગુમસુમ બની હતી અને આ દરમિયાન પેટનો દુ:ખાવો અસહ્ય બનતા તેની માતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લાવી હતી હોસ્પિટલના તબીબે સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા તેના વાલીઓ ઉપર આભ ફાટી પડ્યું હતું. તાત્કાલિક સગીરાને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવતા CPI કે.એન.રામાનુજ અને ASI કુંદનભાઈ મકવાણા દ્વારા આરોપી સાહિલ વિરુદ્ધ IPCની કલમ 376 અને પ્રોકસોનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં આરોપી સાહિલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ધૃણાસ્પદ બનાવને અંગે નાના એવા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. લોકોના ટોળામાં ચર્ચાઓ થવા લાગી હતી કે, સગીરાને ગર્ભવતી બનાવવામાં માત્ર ઉપરોક્ત એક શખ્સ જ નથી અન્ય ઘણા શખ્સોની સંડોવણી છે. જો પોલીસ દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવે તો વધુ 15 થી 17 હવસખોરોના નામ બહાર આવે તેમ છે. આ બાબતે પોલીસે ફરિયાદીઓ દ્વારા આવી કોઈ વાત જાણવા મળી નથી તેમ કહેવામાં આવ્યુ હતું.
આવો જ એક કિસ્સો ગોંડલ તાલુકામાં 6 માસ પૂર્વે સામે આવ્યો હતો જ્યાં 14 વર્ષની સગીરાને ફોસલાવીને આરોપી સુનીલ પરમારે ધોરાજી, ઉપલેટા, અને ઉપલેટાથી ભાયાવદર ગામે સંબંધીને ત્યાં વાડીએ લઇ જઈને સગીરા પર મરજી વિરૂધ્ધ બે વખત દુષ્કર્મ આચર્યું હતું. તેની ફરિયાદના આધારે પોલીસ દ્વારા સુનીલ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. હાલ ગોંડલની સેશન્સ અદાલતે સગીરા સાથે દુષ્કર્મ કરવાના ગુનાહમાં ધી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ એકટ-2012ની કમલ મુજબના ગંભીર ગુનામાં તકસીરવાન ઠરાવી સેસન્સ જજ વી.કે.પાઠકે 10 વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ગોંડલ શહેરની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle