ફાધર્સ-ડે પર જ બની કલંકિત ઘટના: સગા બાપે જ પોતાની ફૂલ જેવી દીકરીને બનાવી હવસનો શિકાર

20 જુનના રોજ ફાધર્સ ડે મનાવવામાં આવે છે. દરેક દીકરી તેના પિતા પર ખુબ જ વિશ્વાસ કરતી હોય છે પરંતુ ફાધર્સ ડે ના દિવસે જ એક પિતા પોતાની પુત્રી પર દુષ્કર્મ કરીને પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતો કિસ્સો અંકલેશ્વરમાંથી જોવા મળ્યો હતો.

રાત્રે સગીર પુત્રી પર પિતાએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો પરંતુ પત્ની જાગી જતા પતિ ગભરાઈ ગયો હતો.  બીજા રૂમમાં માતા પુત્રીને લઈને આખી રાત જાગતી હતી. સવારે પુત્રીએ આખી ઘટના માતાને સંભળાવી ત્યારે માતા પણ સ્તબ્ધ થઇ ગઈ હતી. માતાએ તેના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરને જોડતા માર્ગ પર પ્રતિષ્ઠિત કંપનીની કોલોની નજીક એક દીકરીની આ ઘટના છે. 18 મી જૂન રાત્રીના સમયે જમીને પરિવાર 5 દીકરા-દીકરી જોડે માતા અને નરાધમ પિતા સૂતો હતો રાત્રીના દોઢ વાગ્યાની આસપાસ દિકરી પર બળજબરીથી નરાધમ પિતાએ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ત્યાં તેની પત્ની જાગી જતા પિતાને પુત્રી જોડે નગ્ન હાલતમાં જોઈ લીધી હતી અને માતા આ જોઈ બેઠા થતા નરાધમ પિતા પુત્રી પરથી ખસી ગયો હતો. કંઈપણ કહ્યા વગર માતા પુત્રીને લઇને બાજુના રૂમમાં સુવાડી દીધી હતી અને પોતે દરવાજા આગળ આખી રાત જાગતી રહી હતી.

સવારે પતિ ઢોર ચરાવવા ગયો ત્યારે માતાએ પુત્રીને પુછતા આખી ઘટના પુત્રીએ માતાને જણાવી હતી. માતા આ સાંભળીને સ્તબ્ધ થઇ ગઈ હતી. છેવટે નરાધમ પિતા વિરુધ્ધ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *