આપણે જાણીએ જ છીએ કે, આજકાલના કિશોર અને કિશોરીને હજી દુનિયાદારીની સમજ ન હોવાં છતાં પ્રેમ સંબંધમાં જોડતા હોય છે. ક્યારેક આ સંબંધોમાં કિશોર અને કિશોરી પોતાની હદ પણ પાર કરી જતાં હોય છે. ઘણી વાર તેમણે કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે. આ દરમિયાન આવો જ એક કેસ સામે આવ્યો છે જેમાં એક કિશોર અને કિશોરી પ્રેમ સંબંધમાં જોડાયા બાદ શારીરિક સંબંધો બાંધ્ય હતાં. અને તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું.
એક ગામમાં 14 વર્ષના કિશોર-કિશોરીને પ્રેમ થઈ જતાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેમાં કિશોરીએ બાળકને જન્મ આપતાં પોલીસે બાળકના પિતા સામે પોક્સોનો ગુનો નોંધતાં તાલુકામાં હોબાળો મચી ગયો છે.
મળતી માહિતી મુજબ એક ગામમાં રહેતાં 14 વર્ષીય કિશોર અને 14 વર્ષીય કિશોરી શેરડી કાપવા અન્ય ગામમાં ગયા હતા ત્યારે તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ કિશોર-કિશોરી દ્વારા પ્રેમ સંબંધમાં શારીરિક સંબંધ પણ બાંધવામાં આવ્યો હતો.
જેના ફળ સ્વરૂપે આ અઠવાડિયામાં કિશોરીએ એક બાળકને જન્મ આપ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસે તપાસ કરી અને 14 વર્ષીય કિશોર સામે પોક્સો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આમ, આ 14 વર્ષના કિશોર અને કિશોરી પ્રેમ સંબંધમાં માતા-પિતા તો બની ગયા પરંતુ કાયદાની ચુંગાલમાં ફસાઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle