ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા બે દિવસથી અલગ અલગ વિસ્તારમાં માવઠું(Mavthu) થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આ વરસાદ અને ભારે પવનને કારણે ગીર-સોમનાથ(Gir-Somnath)ના દરિયામાં(15 boats sank) હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત દરિયામાં 15 જેટલા માછીમાર પણ લાપતા હોવાનું મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે. ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની તપાસ કરીને જણાવ્યું હતું કે હાલમાં દરિયામાંગુમ થયેલા 4 માછીમારને બચાવી લેવામાં આવ્યા છે.
હવામાન વિભાગે માછીમારોને કર્યા એલર્ટ:
હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી હતી. સાથે સાથે માછીમારોને એલર્ટ કરતા કહ્યું હતું કે, દરિયો ન ખેડવો. એમ છતા પણ તેઓ દરિયામાં ગયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં છૂટોછવાયો કમોસમી વરસાદ ખાબકી ચુક્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા 3 દિવસથી રાજ્યના વાતાવરણમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઈંચ જેટલો કમોસમી વરસાદ ખાબકી ચુક્યો છે, તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે.
રાજ્યના અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું:
વાતાવરણ પલટો આવતા રાજ્યના અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું છે અને ઠંડીમાં પણ ખુબ વધારો જોવા મળ્યો છે. વલસાડ, નવસારી, પારડી, ખેરગામ, ઉમેરગામ, મહુવા અને પલસાણામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોવાની માહિતી પણ સામે આવી છે. તો ડાંગ, સુરત, તાપી, નર્મદા,ભરૂચ, છોટાઉદ્દેપુર, ઉના અને ખાંભામાં 1 ઈંચથી વધુ કમોસમી વરસાદ ખાબક્યો છે.
આજે રાજ્યમાં ફરી એક વાર કરવામાં આવી માવઠાની આગાહી:
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક શહેરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને જેમાં સાબરકાંઠા સહિત અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે, સાથે જ સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરો, જેવા કે, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આજે રાજ્યના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થઇ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.