ગુજરાત(Gujarat)ના દરિયાકાંઠે છેલ્લાં 6 હજાર વર્ષની અંદર ત્રણ વખત ધરતીકંપ પછી સુનામી (Tsunami) આવી હતી. જયારે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ (Institute of Seismological) રિસર્ચ (Research) દ્વારા કરવામાં આવી રહેલા અભ્યાસમ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, અરબ મહાસાગરના મકરાન સબડક્શન ઝોનમાં આવેલા ભૂકંપના કારણે સુનામીથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં થયેલી અસરો જાણવા વર્ષ 2015થી સંશોધન કરવાનું શરુ કરવામાં આવ્યું છે.
ત્રણ દેશોમાં થઈ હતી મકરાનના ભૂકંપની અસર:
જયારે છેલ્લાં 7 વર્ષથી ચાલી રહેલા સંશોધન દરમિયાન છેલ્લાં 6 હજાર વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠે કુલ 3 મોટા સુનામી ટકરાયા હોવાના પુરાવા મળ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જયારે આ સંસોધનમાં કહેવામાં આવી રહ્યું છે કે, દર 1 હજાર વર્ષે દરમિયાન આવતી સુનામીમાં છેલ્લે 27 નવેમ્બર 1945ના રોજ ગુજરાતે આ સુનામીનો સામનો કરવો પડ્યો હોવાના પણ પુરાવા મળી આવ્યા છે. જયારે વધુમાં કહેવામાં આવી રહ્યું છે કે, મકરાન સબડક્શન ઝોનમાં આવેલ ભૂકંપ પછી ઊઠતી સુનામીએ ભારત સહિત પાકિસ્તાન, ઇરાન તેમજ ઓમાનને અસર કરી હોવાના પુરાવા મળી આવ્યા છે.
જયારે છેલ્લા 6 હજાર વર્ષો દરમિયાન ત્રણ મોટી સુનામી આવી:
મળતી માહિતી અનુસાર સિસ્મોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ ડો.સિદ્ધાર્થ પ્રિઝોમવાલા અને તેમની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અરબી મહાસાગરમાં જમીનની પ્લેટની હલચલ થવાથી કેટલી વખત સુનામી આવી હતી. જયારે સુનામીના કારણે ગુજરાતના દરિયાકાંઠે શું અસર થઇ તે જાણવા બદલ ગુજરાતના દરિયાકાંઠાવાળા વિસ્તારમાં છેલ્લાં 7 વર્ષથી સંશોધનનું કામ કરવામાં આવી રહ્યું છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લાં 6 હજાર વર્ષમાં ઓછામાં ઓછા 3 જેટલી મોટી સુનામી આવી ગયેલ છે.
દર 1 હજાર વર્ષે આવે છે મોટી સુનામી:
આ ઉપરાંત 3થી 5 હજાર વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 3થી 4 મીટર ઊંચાં મોજાંની સાથે આવેલી સુનામીના કારણે ચોરવાડ અને દીવ દરિયાકિનારે 14થી 15 ટન વજનના પથ્થરો દરિયામાંથી બહાર નીકળી કિનારે આવી ગયા હતા. તેમજ કહેવાય રહ્યું છે કે, ઇ.સ.1008માં ઇરાન નજીક સમુદ્રમાંથી ઊઠેલી સુનામીના કારણે કચ્છના કોટેશ્વર મંદિર, માંડવી તેમજ મુન્દ્રા સુધીના 250 કિલોમીટર સુધી દરિયાકાંઠે દરિયાઇ રેતીની ચાદર પથરાયેલી જોવા મળી હતી. જયારે આ સુનામી એટલી ભયંકર હતી કે, દરિયાકાંઠેથી 300થી 400 મીટર અંદર સુધી દરિયાઇ રેતી ધસીને આવી ગઈ હતી. જયારે વધુમાં આ સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે, તમિલનાડુ સહિતના વિસ્તારોમાં દર 300થી 400 વર્ષે દરમિયાન એક મોટી ફરજીયાત સુનામી આવે છે. જ્યારે કહેવાય છે કે, અરબી મહાસાગરમાંથી દર 1 હજાર વર્ષે મોટી સુનામી આવે છે.
ઓખા-પિંડારા દરિયાકાંઠે 600 મીટર સુધી રેતીની ચાદર પથરાય:
જયારે 27 નવેમ્બર 1945 દરમિયાન મકરાન સબડક્શન ઝોનમાં આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપના કારણે સુનામી આવી હોવાનું રાજ્યના ઓખા-પિંડારા દરિયાકાંઠે ચાલી રહેલા સંશોધન મુજબ કહેવામાં આવી રહ્યું છે. તેમજ ગુજરાતના દરિયાકિનારામાં પણ 3થી 9 મીટર જેટલા ઊંચા મોજાં ટકરાતા ઓખા-પિંડારાના કાંઠેથી 600 મીટર અંદર સુધી દરિયાઇ રેતી પથરાયેલી જોવા મળી હતી. જયારે સુનામીની અસર મુંબઇ સુધી જોવા મળી હોવાનું સંસોધાનોનું કહેવું છે. મુંબઇના દરિયાઇ કાંઠે પણ 2 મીટર ઊંચાં મોજાં ઉછળતા જોવા મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.