દેશવાસીઓને મોંઘવારી વચ્ચે મોટો ફટકો: RBIએ વ્યાજદરમાં કર્યો વધારો, ચાલુ લોનના EMI વધશે, શેરબજાર પણ તૂટ્યું…

મોંઘવારીના માર વચ્ચે RBI એ સામાન્ય જનતાને વધુ એક જાતકો આપ્યો છે. મળતી માહિતી અનુસાર, આજ રોજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંસ દાસે (Shaktikanta…

મોંઘવારીના માર વચ્ચે RBI એ સામાન્ય જનતાને વધુ એક જાતકો આપ્યો છે. મળતી માહિતી અનુસાર, આજ રોજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંસ દાસે (Shaktikanta Das) અચાનક જ પ્રેસ-કોન્ફરન્સ બોલાવી બેન્ચમાર્ક રેટને વધારવાની જાહેરાત કરી દીધી છે. જેના કારણે સેકંડો લોકોને ઝટકો લાગશે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં 0.4 ટકા એટલે કે 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. એટલે કે હવે રેપો રેટ વધીને 0.4 ટકા થઇ ગયો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઘણી હલચલ થઇ છે. ગવર્નર શક્તિકાંત દાસે જણાવતા કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધની અસર અનુભવાઈ છે અને સાથોસાથ યુદ્ધનો પ્રભાવ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ સમજ્યો છે. વધુમાં કહેતા જણાવ્યું હતું કે, ‘વધતી માંગને જોતાં RBI પોતાનું અકોમોડેટિવ સ્ટેન્સ છોડીને બેન્ચમાર્ક રેટ વધારી દીધો છે.’ આ નિર્ણય બાદ સેન્સેક્સમાં રેકોર્ડબ્રેક 1,182 પોઈન્ટનો કડાકો થયો હતો.

સામાન્ય લોકોનું બજેટ બગડશે
તમને જણાવી દઈએ કે, રેપો રેટ વધવાથી સામાન્ય લોકોને વધુ અસર થશે. છેલ્લા ઘણા સમયથી સેંકડો લોકો પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે, હવે આ સામાન્ય લોકોને ઈએમઆઈ વધતા વધારાનો બોજ પણ સાથે સહન કરવો પડશે. સેન્ટ્રલ બેન્કના આ નિર્ણય પછી હોમ લોન અને કાર લોન સહિત અનેક પ્રકારની લોન મોંઘી થઇ જશે, જેના પરિણામે ઈએમઆઈની રકમ પણ વધી જશે.

તમને જણાવી દઈએ કે, છેલ્લાં બે વર્ષથી RBI એ તેની ઉદાર નીતિને યથાવત્ રાખી હતી. એપ્રિલ 2022 સુધી થયેલી મોનિટરી પોલિસીની અગાઉની 11 બેઠકોમાં પોલિસી રેટને યથાવત્ રાખવામાં આવ્યો હતો. પરંતુ હાલ મે મહિનાની શરૂઆતમાં થયેલી બેઠકમાં પણ MPS એ રેપો રેટને 4 ટકા યથાવત્ રાખ્યો છે સાથોસાથ રિવર્સ રેપો રેટના દરને 3.35 ટકા પર યથાવત્ રાખ્યો હતો.

RBI એ બેઠક બાદ મીડિયાને કહ્યું હતું કે, માર્ચ મહિનામાં રિટેલ મોંઘવારીમાં ઝડપી વધારો થઇને 7 ટકાએ પહોચી હતી. ખાસ કરીને ખાન-પાનની ચીજ-વસ્તુની મોંઘવારીને કારણે હેડલાઈન સીપીઆઈ ઈન્ફ્લેશન ઝડપથી વધી છે. આ સિવાય પણ જિયોપોલિટિકલ ટેન્શને કારણે પણ મોંઘવારી વધી છે. તમને જણાવી દઈએ કે, રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા યુદ્ધના કારણે ઘઉં સહિત અનેક અનાજોના ભાવમાં ખુબ વધારો થયો છે. આ યુદ્ધની અસરથી ગ્લોબલ સપ્લાય ચેન પર પણ ભારે અસર પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *