કળિયુગ ચરમસીમાએ: 15 વર્ષનો બાપ અને 10 વર્ષનો દીકરો, જાણો સમગ્ર મામલો

Bal Vivah Viral Video: સામાન્ય રીતે બાપ અને દીકરાની ઉંમરમાં લગભગ 20 વર્ષનો તફાવત હોય છે. કાયમ લોકો નાની ઉંમરના લોકોને બાપ બનતા જોઈને ચોંકી જાય છે, પરંતુ આજકાલ આ સામાન્ય વાત થઈ ચૂકી છે. પરંતુ ભારતમાં જો આ પ્રકારના કિસ્સાઓ બને તો આપણને (Bal Vivah Viral Video) જરૂરથી ફરક પડે છે. એવામાં કોઈ તમને કહે કે એક 15 વર્ષનો છોકરો અને 10 વર્ષનો દીકરો બંને બાપ બેટા છે તો તમે શું કહેશો? જી હા ઉંમરનો માત્ર પાંચ વર્ષનો ફરક બે મિત્રો અથવા બે ભાઈઓ વચ્ચે જોવા મળે છે. કથિત રીતે આ છોકરાના લગ્ન થઈ ચૂક્યા છે અને તેને એક દસ વર્ષનો છોકરો પણ છે જે વીડિયોમાં દાવો કરી રહ્યો છે.

15 વર્ષ ના છોકરાનો 10 વર્ષનો દીકરો?
સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ કે જેનું નામ ઉત્કર્ષ વર્મા છે તે વિડીયો બનાવતી વખતે તેની આસપાસ મેદાનમાં બેઠેલા બાળકો પાસે પહોંચે છે અને તેની સાથે વાત કરવા લાગે છે. આ દરમિયાન તેની મુલાકાત એક 15 વર્ષના છોકરા સાથે થાય છે. જેની વાતચીતમાં સાંભળવા મળ્યું એવું કે તમારા કાન પર તમને વિશ્વાસ નહીં આવે. હા 15 વર્ષનો છોકરો પોતાની નજીક ઉભેલા દસ વર્ષના છોકરા તરફ ઈશારો કરે છે અને કહે છે કે આ મારો દીકરો છે. પહેલા તો ઉત્કર્ષ વર્માને તેની વાત પણ વિશ્વાસ નથી આવતો પરંતુ ટૂંક સમયમાં તેને વિશ્વાસ અપાવવામાં આવે છે કે આ બંને હકીકતમાં બાપ દીકરા છે. જેના બાદ તે આશ્ચર્યમાં પડી જાય છે અને તે આજુબાજુ ઉભેલા છોકરાઓને પૂછવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by @uvichar_

પત્નીની તસવીર બતાવી ત્યારે ભરોસો બેઠો
ત્યારબાદ ઉત્કર્ષ તે છોકરાને પોતાની પત્નીની તસ્વીર બતાવવા માટે કહે છે જેના બાદ તે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢી તેની સાથે પોતાની પત્નીનો ફોટો બતાવે છે. હવે આ વ્યક્તિને વિશ્વાસ આવે છે. અને કહે છે ભાઈ તે બાળકો પણ પેદા કરી લીધા તું પોતે જ હજુ બાળક છે. તે ભગવાનના કસમ ખાઈને કહે છે કે હકીકતમાં હું બાળકનો પિતા છું.