સુરત (surat): ગુજરાત રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં ગુજરાતમાં ખુલેઆમ દારૂની વહેચણી થઇ રહી છે. ત્યારે એક મોટો સવાલ એ ઉદભવે કે સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધી લાદવામાં આવેલી છે તો પછી દારૂ આવે છે ક્યાંથી? ત્યારે આવી જ એક દારૂની ઘટના સામે આવી છે.
બુટલેગરોના દારૂના ધંધા બંધ થઈ ગયા હોવાથી બુટલેગરો દારૂનો ધંધો કરવા અનેક નવાનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે. સુરત શહેરમાંથી પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સતત પેટ્રોલિંગ કરીને દારૂના અડ્ડાઓ, જુગારધામ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર નો ઓર્ડર મળવાની સાથે જ શહેરમાં પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર છાપો મારવામાં આવી રહ્યા છે.
સુરત LCBને ચોક્કસ બાતમી મળી હતી કે, પલસાણાના કારેલી ગામે રહેતો મીહીર મુકેશભાઇ પરમાર H.P ગેસ લખેલ ટાટા ટેમ્પો(GJ – 18 – AV – 9545) માં ગેસના બાટલાઓમાં ખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ભરીને બારડોલી તાલુકાના રજવાડ ગામે મીકવામાં આવ્યો છે.
બાતમી મળતા જ સુરત LCB ટીમે બારડોલીના રજવાડ ગામે ઘર આંગણે પાર્ક કરેલ ટેમ્પોમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. ગેસની બોટલને નીચેથી કાપીને અંદર દારૂની બોટલો સંતાડવામાં આવી હતી. પલસાણાના કારેલીના બુટલેગર મિહિર પરમાર ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ટેમ્પોમા ભરેલ H.P ગેસના બાટલાઓ તપાસતા કુલ 29 ભારતીય બનાવટનો વિદેશી દારૂની બાટલાઓ મળી આવી હતી. જેમા 24 ગેસના બાટલાઓ નીચેના ભાગે કાપીને મોટા પ્રમાણમા વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ઘટના સ્થળેથી 1,51,200 ની કિંમતની વિદેશી દારૂની 1632 નંગ બોટલ 2 લાખની કિંમતનો ટેમ્પો તેમજ 14,500 ની કિંમતના ગેસ સિલિન્ડર મળી 3.65 લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.