6 કલાકની મહેનત બાદ 20 વર્ષીય યુવતીના પેટમાંથી નીકળી એવી વસ્તુ કે, ડોકટરો પણ રહી ગયાં દંગ

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક ચોંકાવનાર ઘટના સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી અન્ય એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ પ્રશંસનીય કામગીરી કરી બતાવી છે. આવું આ પરથી કહી શકાય, એક યુવતીના પેટમાંથી 16 કિલોનું ટ્યુમર બહાર કાઢવામાં આવ્યું છે. ડોક્ટરોએ રવિવારે સતત 6 કલાકની સર્જરી કર્યાં બાદ યુવતીના પેટમાંથી 16 કિલોનું ટ્યુમર બહાર કાઢવામાં આવ્યું હતું.

યુવતીનું વજન 48 કિલો તથા ટ્યુમરનું વજન 16 કિલો :
હોસ્પિટલના મેનેજર દેવેન્જ્ર ચંદોલિયા જણાવતાં કહે છે કે, યુવતીની ઓવરી નજીક ટ્યુમર હતું તેમજ સર્જરી સફળ રહી હતી. યુવતીની હાલત હવે ખુબ સારી છે. તેમણે આગળ જણાવતાં કહ્યું હતું કે, યુવતીને 2 દિવસ અગાઉ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેનું ટ્યુમર ખૂબ મોટું હોવાંથી ભોજનમાં તેમજ ચાલવામાં ખુબ મુશ્કેલી પડતી હતી. આ ટ્યુમરને ડિમ્બગ્રંથિ ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. યુવતીનું વજન 48 કિલો તથા ટ્યુમરનું વજન 16 કિલો હોવાનું જાણવા મળ્યું હતું.

સમય રહેતા ઓપરેશન થયું ન હોત તો ખતરો વધી ગયો હોત :
દેવેન્દ્ર ચંદોલિયા જણાવે છે કે, જો સમય રહેતા ટ્યુમરને દૂર કરવામાં આવ્યું ન હોત તો ખતરો વધી ગયો હોત તેમજ પેટમાંથી ટ્યુમરને સર્જરી દ્વારા કાઢવાની સંભાવના ઘટી જાય તેમ હતું. તેમણે કહ્યું હતું કે, સર્જરી અંદાજે 6 કલાક સુધી ચાલી હતી તેમજ યુવતીની સ્થિતિ હવે ખુબ સારી છે.

ડિમ્બગ્રંથિ ટ્યુમર એટલે શું ?
ડિમ્બગ્રંથિ એટલે યૂટ્રસ કેન્સર. યૂટ્રસ એટલે અંડાશય. આ કેન્સરમાં ઓવરીમાં નાના-નાના સિસ્ટ બની જતાં હોય છે. યૂટ્રેસ કેન્સર થાય ત્યારે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવી શકે છે. ડિમ્બગ્રંથિ કેન્સર એટલે અંડાશયમાં કોઇપણ જાતના કેન્સરનો વિકાસ થવો. ડિમ્બગ્રંથિ કેન્સર અંડાશયની બહારના સ્તરથી ઉત્પન્ન થાય છે. સૌથી સામાન્ય આ ઘટના મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલ રાજગઢમાંથી સામે આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *