ખુશીનો માહોલ ફેરવાયો માતમમાં: આ જગ્યાએ લગ્ન પ્રસંગમાં વીજળી ત્રાટકતા એક સાથે 16 લોકોના મોત

જોવા જઈએ તો વરસાદી માહોલની અંદર ઘણા સ્થળોએ વીજળી પડે છે. વીજળી ત્રાટકવાને લીધે ઘણા લોકોના મૃત્યુ પણ થાય છે. ત્યારે આવી જ એક ચોંકવનારી ઘટના સામે આવી છે. જેમાં લગ્ન પ્રસંગમાં આકાશી વીજળી પડતા ઘટના સ્થળે જ 16 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે.

બાંગ્લાદેશથી એક મોટા સમચાર સામે આવી રહ્યા છે. બુધવારે ઉત્તર -પશ્ચિમ બાંગ્લાદેશમાં જાન લઈને જતી બોટ પર વીજળી પડવાથી ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા. ભારતની સરહદ પર આવેલા ચંપાઈબાબગંજ જિલ્લાના શિવગંજમાં બનેલી આ ઘટનામાં બાર લોકો જીવતા જ સળગી ગયા હતા. અન્ય કેટલાય લોકો ઘાયલ થયા છે.

ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સાકિબ અલ રબ્બીએ શિવગંજમાં જણાવ્યું હતું કે, જાન લઈ જતી બોટ પર વીજળી પડી હતી અને તેમાં સવાર 16 લોકો માર્યા ગયા હતા. સાથે જ રબ્બીએ કહ્યું કે અકસ્માત ત્યારે થયો જ્યારે જાનમાં રહેલા લોકો એક પછી એક હોડીમાંથી ઉતરી રહ્યા હતા અને અચાનક ગાજવીજ અને વરસાદથી બચવા માટે આશ્રયસ્થાને આશ્રય લેવા માટે ઉતરી રહ્યા હતા.

આ દરમ્યાન ધોધમાર વરસાદ વચ્ચે આકાશીય વીજળીના ઝપેટમાં ઘણાબધા લોકો આવી જાય છે. ગણતરીની સેકન્ડોમાં તો 16 લોકોના દર્દનાક મોત થઇ જાય છે એટલું જ નહી આકાશીય વીજળી ત્રાટકતા ઘણા લોકો ગંભીર રીતે દાઝી પણ ગયા છે. ગણતરીની સેકન્ડમાં આકાશની આફતે બધું વેરવિખેર કરી નાખ્યું, આ ઘટનામાં વરરાજો પણ ઘાયલ થયો છે. શહેરના એક અધિકારીએ જણાવ્યું કે કેટલાક લોકો ભારે તૂફાન અને ભારે વરસાદથી બચવા માટે બોટ છોડીને કિનારે આવ્યા હતા, ત્યારે વીજળી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *