લ્યો બોલો, જે કોરોના રસી લગાવડાવશે એને મળશે ફ્રી બીયર અને ફ્રેંચી ફ્રાય- અહિયાં શરુ થઈ નોંધણી

સમગ્ર વિશ્વમા કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે તમામ દેશો આ મહામારી સામે લડવા માટે રસીકરણ પર ભાર મૂકી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો રસી લેવા માટે લાંબી કતાર જોવા મળી રહી છે તો કેટલાક સ્થળો પર રસી લેવા માટે લોકો ખચકાટ અનુભવી રહ્યા છે. ત્યારે એક ઓફર આપવામાં આવી છે કે, વેક્સીન મુકાવો અને મફતમાં બીયર મેળવો. આ પહેલા અમેરિકામાં ઘણી જગ્યાએ ફ્રી ફ્રેંચ ફ્રાય આપવાની પણ જાહેરાત થઇ ચુકી છે.

ત્યારે લોકોને રસીકરણ બાબતે જાગૃતિ ફેલાવવા માટે અમેરિકામાં વેક્સીન મુકાવો અને મફતમાં બીયર મેળવો ઓફર અમેરિકામાં લાગુ કરવામાં આવી છે. પશ્ચિમના ન્યુયોર્કના એરિ કાઉન્ટીમાં યુવાનોમાં રસી અંગેની જાગૃતિ ફેલાવવા માટે આ વિશેષ ઓફર આપવામાં આવી રહી છે. શનિવારના રોજ 18 થી 21 વર્ષની ઉમરના લોકોને બિન-આલ્કોહોલિક બેવરેજ આપવામાં આવી રહી હતી.

વિશ્વભરના તમામ દેશોના નિષ્ણાતો હાલમાં જ વેક્સીન અને માસ્કને આ કોરોનાની મહામારીને રોકવા માટે એક હથિયાર માની રહ્યા છે. ત્યારે આ કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં પણ રસી લેવામાં અચકાટ અનુભવી રહ્યા છે. ત્યારે રસી બાબતે લોકોમાં જાગૃતિ ફેલાઈ તે માટે સરકાર દ્વારા અને ખાનગી કંપનીઓ દ્વારા વિવિધ પ્રકરની લોભામણી ઓફર આપવામાં આવી રહી છે.

અમેરિકાની ડોનટ કંપની ક્રિપ્સી ક્રીમ વેક્સિન લેનારા તમામ લોકોને ડોનટ આપી રહી છે. જયારે બેઈજિંગના અનેક વેક્સિનેશન સેન્ટર પર ફ્રીમાં આઈસ્ક્રીમ આપવામાં આવી રહ્યો છે અને અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને રજા પણ આપી રહી છે જેથી તેઓ રજાના દિવસે જઈને કોરોના વેક્સિન લઈ આવે. તે સિવાય અનેક જગ્યાએ લોકલ પ્રશાસન દ્વારા વેક્સિનેશન માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશન આપવામાં આવી રહ્યું છે.

ચીનની વાત કરીએ તો ત્યાં પણ સરકાર અને ખાનગી કંપનીઓ વેક્સિનેશન પ્રત્યે જાગૃતિ ફેલાવવા અનેક લોભામણી ઓફર આપી રહ્યા છે. જો કે, ચીનના કેટલાક શહેરમાં તો ફરજિયાત વેક્સિનેશનના આદેશ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. હેનાન પ્રાંતના એક શહેરમાં તો સ્થાનિક પ્રશાસન દ્વારા વેક્સિન ન લેનારા લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે. સાથે ઉબેર કંપનીએ ભારત સહિત અનેક દેશોમાં વેક્સિનેશન માટે ફ્રી રાઈડની સુવિધા પણ ઓફર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *